Gujarati Lekhak / Gujarati Sahityakar Shri Harilal Upadhyay
A Few Words | Historical Novels | Social Novels | Short Story Collections | Biographies | Kids Stuff | Mahabharat Katha | Last Words | Achievements | Feedback
Late Shri Harilal Upadhyay - The Great Gujarati Author of all the time A quote by Late Shri Harilal Upadhyay The Book collection A list of Gujarati Novels by Late Shri Harilal Upadhyay Gujarati Books and Gujarati Sahitya
A Quote by Harilal Upadhyay
A few words about Late Shri Harilal Upadhyay A Few Words  
A Few Words About Late Shri Harilal Upadhyay
Gujarati Historical Novels by Late Shri Harilal Upadhyay Historical Novels  
Gujarati Historical Novels or Historical Novels in Gujarati by Harilal Upadhyay - The Great Gujarati Author
Gujarati Social Novels by Late Shri Harilal Upadhyay Social Novels  
Gujarati Author Late Shri Harilal Upadhyay's Social Novels or Social Novels in Gujarati
Short Story collections in Gujarati Language by Late Shri Harilal Upadhyay Short Story Collections  
Gujarati Lekhak - Harilal Upadhyay
Short Story collections in Gujarati Language by Late Shri Harilal Upadhyay Biographies  
Biogrphies in Gujarati by Late Shri Harilal Upadhyay - The Great Gujarati Author
Kids Special Gujarati Literature by Late Shri Harilal Upadhyay Kids Stuff  
Children Literature in Gujarati By Great Gujarati Author - Late Shri Harilal Upadhyay
Mahabharat katha in Gujarati by the Great Gujarati Author Late Shri Harilal Upadhyay Mahabharat Katha  
Mahabharat Katha in Gujarati By Gujarati Author Late Shri Harilal Upadhyay
YogManjari - Mini AutoBiography of The Great Gujarati Author Late Shri Harilal Upadhyay YogManjari  
Mahabharat Katha in Gujarati By Gujarati Author Late Shri Harilal Upadhyay
The Last Words of  Late Shri Harilal Upadhyay - The Great Gujarati Author The Last Words  
Gujarati Sahityakar (Gujarati Sahityakaar) Late Shri Harilal Upadhyay's Last Words
Some of the achievements of Late Shri Harilal Upadhyay Achievements  
In The Loving Memories of Late Shri Harilal Upadhyay
Some of the achievements of Late Shri Harilal Upadhyay Harilal Upadhyay
Silver Medal
 
Gujarati Lekhak Shri Harilal Upadhyay's Achievements
Media Coverage | Late Shri Harilal Upadhyay In Media...  
Gujarati Lekhak Shri Harilal Upadhyay's Achievements
Research essay about Navaltkathakar Shri Harilal Upadhyay Research Essay  
Research essay about Navaltkathakar Shri Harilal Upadhyay Chapter - 2  
Research essay about Navaltkathakar Shri Harilal Upadhyay Chapter - 3  
Research essay about Navaltkathakar Shri Harilal Upadhyay Chapter - 4  
Research essay about Navaltkathakar Shri Harilal Upadhyay Chapter - 5  
Gujarati Lekhak Shri Harilal Upadhyay's Achievements
Feedback for http://www.harilalupadhyay.com/ - Online Tribute To Late Shri Harilal Upadhyay Feedback  
Feedback for the Online Tribute To The Great Gujarati Author - Harilal Upadhyay
Sitemap for http://www.harilalupadhyay.com/ - Online Tribute To The Great Gujarati Author Late Shri Harilal Upadhyay Sitemap  
SiteMap for Online Tribute Site To The Gujarati Writer Harilal Upadhyay
A banner containing snapshots of Some of the Gujarati Novels written by The Great Gujarati Author Late Shri Harilal Upadhyay

A few words about The Great Gujarati Author Late Shri Harilal Upadhyay પ્રકરણ : ૩ હરિલાલ ઉપાઘ્‍યાયનું સામાજિક નવલકથા ક્ષેત્રે પ્રદાન


 
ર.૧) પ્રસ્‍તાવના :
હરિલાલ ઉપાઘ્‍યાય હૃદયથી સંવેદનશીલ વ્‍યક્‍તિ હતા. એમની પાસે સૌરાષ્‍ટ્રના ભાતીગળ જીવનનો વ્‍યાપક અને ઉંડો અનુભવ હતો. સૌરાષ્‍ટ્ર ઉપરાંત ભારતના ઈતિહાસનું પણ એમનું બહોળું વાંચન હતું. એમની સામાજિક નવલકથા વાંચતા સામાન્‍ય વાચકને પણ તેની પ્રતીતિ થયા વિના ન રહે. આમ તેના પૂષ્‍કળ વાંચનનો ખ્‍યાલ તુરત જ આવી જાય અને લેખક પોતે પણ જીવનની કેટલીક લીલીસૂકીઓમાંથી પસાર થયા છે એટલે તેનો અનુભવ તો પોતે કયારેય પણ વિસરી ન શકે. આવા નરવા અને ગરવા હાલારી સર્જક હરિલાલ ઉપાઘ્‍યાય પાસેથી માતબર સામાજિક નવલકથાઓ પ્રાપ્‍ત થાય છે.
તેની સામાજિક નવલકથાઓમાંથી પસાર થઈએ ત્‍યારે એક વાતની પ્રતીતિ થાય કે લેખકે જનપદને આગળ ધર્યું છે. એ સમયનો સામાન્‍ય ગ્રામ્‍યજન કેટકેટલી આફતોની વચ્‍ચે જીવતો હતો તેને યથાતથ રજૂ કરવું એ તેની નોંધપાત્ર સિદ્ધિ ગણી શકાય. શાંતિભાઈ જાની કહે છે કે "ઉપાઘ્‍યાયજી તો માનવી હતા. એની કલમ પણ માનવહૃદયને શોધતી કલમ હતી. એ કલમે મોટેભાગે સાહિત્‍યનું કલેવર ધારણ કરી એક રસાળ-ભાવનાત્‍મક- પ્રવાહી માનવતાની ધારાને વહાવતી સામાજિક ઉપરાંત ઐતિહાસિક અને સાંપ્રત પ્રવાહોને પ્રતિબિંબિત કરતી કથાઓ આપી છે. ઉપાઘ્‍યાયજીને હું એક સાચા સર્જક અને સાચા માનવી તરીકે એટલા માટે જાણું છું કે તેઓ નિર્દંભી હતા, નીરાભિમાની હતા, સાહિત્‍યના ઉપાસક સત્‍યપ્રિય હતા. એની બહાવરી આંખોને મેં માનવ અને માનવતાને સતત શોધતી જોઈ છે. સત્‍યને પણ એ પ્રિય વાણીમાં વ્‍યક્‍તત કરી શકવા સક્ષમ હતા." આ જ વાત એની સામાજિક નવલકથામાં પળે-પળે પ્રતિબિંબિત થતી જોવા મળે છે. એમની સામાજિક નવલકથાઓ માણસના હૃદયને દ્રવી નાખે તેવી છે વાચકને ક્ષણભર તો કૂતુહલવશ કરી નાખે તેવો તેનો વાર્તાપ્રવાહ હોય છે. સતત વાચકને પ્રવાહ સાથે ઝકડી રાખવો એ તેનું કસબ છે.
આમ એમની સામાજિક નવલકથાઓમાં તેઓએ ભારતીય ગ્રામ્‍યસમાજ અને સંસ્‍કૃતિનું દર્શન કરાવ્‍યું છે અને સાથોસાથ શહેરી સમાજ અને તેની કૃત્રિમતાને આબાદ રીતે આલેખી છે. તેની સામાજિક નવલકથાને નીચે મુજબ મૂલવવાનો પ્રયાસ કરીએ.
 
૩.ર) હરિલાલ ઉપાઘ્‍યાયની સામાજિક નવલકથા અને સમીક્ષા :
મેઘાણી, પન્‍નાલાલ પટેલ વગેરે સર્જકોએ ભારતીય ગ્રામ્‍ય જીવન, તેના નિરાળા પાત્રો, પ્રેમ, શૌર્ય, નેક-ટેક વગેરેને ઉજાગર કરતી કૃતિઓ આપેલી છે. તેમ હરિલાલ ઉપાઘ્‍યાયની કલમ દ્વારા ગુજરાતી સાહિત્‍યને એવી જ માતબર કૃતિઓ પ્રાપ્‍ત થાય છે. તેની સામાજિક નવલકથાઓને હવે જોઈએ :
 
રૂપમંગલા :
'રૂપમંગલા' ૧૯૮રમાં પ્રકાશિત થયેલી સામાજિક નવલકથા છે. તેનું વસ્‍તુ ૩૩ પ્રકરણમાં વિભાજિત થયેલું છે. પાત્રપ્રધાન ગણાતી આ નવલકથા અનેક ઘટનાઓની આસપાસ ગૂંથાયેલી છે. જેમાં ખાસ કરીને નાયિકા રાજુલની આસપાસ બધાં પ્રસંગો વણાયેલા છે. તે ગાયનકાળમાં નિપૂણ છે. અહીં રાજુલ અને શંકરના પ્રણય સંબંધો નિમિત્તે સમાજના કાવાદાવા અને અનેક પ્રશ્નોનું આલેખન છે.
આ નવલકથામાં આવતું નાથજીનું પાત્ર કરૂણાન્‍ત છે. તે જંતર વગાડનાર છે. શંકર અને રાજુલ બંને નાયક-નાયિકા છે. તેમજ અન્‍ય પાત્રો કૈલાશગિરી, રામકલી, પાર્વતી, લવંગી વગેરે છે. તેમાં રામકલીનું પાત્ર ઘણા પ્રકરણોમાં કેન્‍દ્રસ્‍થ અને ઘ્‍યાનપાત્ર છે.
'રૂપમંગલા'ના સંવાદો ટૂંકા અને ચોટદાર બન્‍યા છે. દા.ત. શંકર : "તમારા આવા ઉપકારનો બદલો અમારાથી વાળી નહીં શકાય"
અહીં શંકરની કૃતજ્ઞતા વ્‍યક્‍ત થાય છે. આમ દરેક પાત્રમુખે મૂકાયેલા સંવાદો રોચક છે. સંવાદોના માઘ્‍યમ દ્વારા નવલકથા આગળ વધતી હોય છે અને તેના દ્વારા જ ભાષશૈલીનો ખ્‍યાલ આવતો હોય છે. અહીં લેખકે પ્રયોજેલી ભાષાશૈલી સાદી અને સરળ છે. 'મૂછે તાવ દેવો' જેવા રૂઢિપ્રયોગો પણ જોવા મળે છે. તેમજ તળપદી શૈલીની છાંટ પણ જોવા મળે છે.
આ નવલકથામાં પ્રયોજેલા વર્ણનો આકર્ષક છે. એકાદ ઉદાહરણ જોઈએ. "માંડવી બંદરથી બદલાવેલા વહાણમાં ચાર-પાંચ દિવસની સાગર સફર પૂરી કરીને એ ત્રણે મુસાફરો સિંધના એ સમૃદ્ધ બંદર અને પાટનગર ફુરજા ઉપર ઉતરતા હતાં ત્‍યારે સંઘ્‍યાની સોનેરી તેજછાંયા સાગરના તરંગો ઉપર આનંદનું નૃત્‍ય કરી રહી હતી."
આમ અહીં સોરઠી ગામડાઓનું આબેહૂબ વાતાવરણ લેખકે રજૂ કર્યું છે. કચ્‍છનું માંડવી બંદર, ગિરનારની છાંયા, તે સમયે થતા ભજનવાણીના ડાયરાઓ લેખકે તાદૃશ આલેખ્‍યા છે.
 
ગૌરી :
રર પ્રકરણ અને ૧૬૧ પૃષ્ઠમાં આકારિત થયેલી 'ગૌરી' નવલકથા ૧૯પ૪માં પ્રકાશિત થાય છે. આ નવલકથા પાત્ર પ્રધાન છે. આ નવલકથાનું કેન્‍દ્રસ્‍થ પાત્ર ગણાતી મુરલીમનોહર મંદિરના પુજારી કાશીનાથની પૂત્રી ગૌરીનું જીવન ધોધના પાણીની જેમ આમથી તેમ ફંગોળાતું રહે છે. ગૌરી સંસ્‍કારી યુવતી છે. તેમજ સૌંદર્યની પ્રતિમા સમી છે તેના જીવનની કથા અહીં આલેખવામાં આવી છે.
'ગૌરી' નવલકથાની પાત્ર સૃષ્‍ટિ બહું વિશાળ નથી બહુ ઓછા પાત્રો તેમાં સ્‍થાન પામ્‍યાં છે. મુખ્‍ય પાત્ર તો ગૌરી છે જ, ઉપરાંત તેના પિતા કાશીનાથ, સ્‍વામી મુક્‍તાનંદ, રામસ્‍નેહી, માતા-ગોમતી, ઉમા વગેરે પાત્રો સ્‍થાન પામ્‍યાં છે.
આ નવલકથામાં સંવાદો મર્માળા અને ભાવનાસભર છે. એકાદ સંવાદ જોઈએ દા.ત. ગૌરી : "ના બા, આજે તો હું ઉપવાસ કરીશ જ, આપણા પ્રિય કૃષ્‍ણપ્રભુનો જન્‍મદિન છે આજે !" આ નવલકથામાં લેખકે પ્રયોજેલી શૈલી વાચકને આરંભથી અંત સુધી ઝકડી રાખે તેવી રોચક છે.
અહીં દેવનગર જેવા ગ્રામ્‍ય વાતાવરણની પશ્ચાદભૂમાં 'ગૌરી' નવલકથાનું આલેખન થયું છે. ત્‍યાનાં મંદિર અને તેની આજુબાજુનું વાતાવરણ આલેખવામાં લેખકની કલમ સારી રીતે ખીલે છે.
આ નવલકથાની વર્ણનકલા અનેરી છે. વાતાવરણને આબેહૂબ આલેખન તેની વર્ણનકલા તપાસતા જ ખ્‍યાલ આવે છે. દા.ત. "ગોમતી અને ગૌરી પોતાને ઘેર પહોંચી ત્‍યારે મધરાત થવાને વધુ વાર નહોતી. ભગવાનના વિશાળ મંદિર ઉપર ફરફરતી મોટી ધજા પવનને લીધે ફડફડાટ અવાજ કરતી વાતાવરણને અશાંત બનાવતી હતી. એ સિવાય બુઝવા બાકી રહી ગયેલા બે-ચાર દીવાઓના આછા પ્રકાશમાં અસ્‍પષ્‍ટ જેવું દેખાતું મંદિરનું ચોગાન નિઃશબ્‍દ હતું એટલે ત્‍યાં ગંભીરતા ફેલાઈ રહી હતી."
આમ આ 'ગૌરી' નવલકથામાં લેખકનો ઉદ્દેશ મનુષ્‍યના ગુણોને ખીલવવાનો હોઈ માણસે કેમ સમાજમાં રહેવું તેનો ખ્‍યાલ આપવાનો પ્રયાસ કર્યો છે.
 
કોઈ તન ભૂખ્‍યાં કોઈ ધન ભૂખ્‍યા :
'કોઈ તન ભૂખ્‍યા કોઈ ધન ભૂખ્‍યા' ૧૯૬૩માં પ્રકાશિત થયેલી ૩૭ પ્રકરણ અને ૩૩૧ પૃષ્ઠ પર પથરાયેલી હરિલાલ ઉપાઘ્‍યાયની સામાજિક નવલકથા છે. આ નવલકથાનું વસ્‍તુ સામાન્‍ય છે. છતાં કંઈક ઉદ્દેશી જાય તેવું અચુક છે. જેમાં પૈસા વડે બધું જ ખરીદી શકાય છે એ સત્‍ય માનવવૃત્તિઓનું માઘ્‍યમ બને અને પછી સ્‍વાર્થવૃત્તિ, લાંચરુશવત વગેરે વચ્‍ચે એક નાનકડા ગામ સામપુરનો વતની તેના નાતાદાર મનજી રઘુ સાથે રહે છે. મનજી બુરાઈના દ્વાર ભણી ખેંચાય છે. વચ્‍ચે મણિ અને દેવરાજનું પ્રણયપ્રકરણ પણ દેખાઈ આવે છે. અંતે શાંતાબેન અંધકારભર્યા વાતાવરણની વચ્‍ચે તેજપૂંજ સમા બની રહે છે. મનજીને પણ સીધા રાહપર લાવી દે છે. આમ કથાનો અંત સુખદ છે.
આ નવલકથામાં સંવાદો ટૂંકા અને ચોટદાર છે. દા.ત. રઘુ : "બહું મુંઝાયો છું સવદાસ હવે તો તેનું મદદ કરે તો જ બચું." આ નવલકથાની શૈલી હળવી, રોચક અને શિષ્‍ટ છે. તેમજ સામપુર, રાજપુર વગેરે ગ્રામ પરિવેશમાં નવલકથા લખાઈ છે અને વર્ણનો માહિતિસભર બન્‍યા છે.
આ નવલકથામાંથી એ ઉદ્દેશ સ્‍ખલિત થાય છે કે માયા મોહિનીની પકડ સંસાર પર જબરી છે. એમાંથી કોઈ વીરલ જ સાંગોપાંગ બહાર આવી શકે. માનવીના દિલમાં વહેતા પવિત્ર ઝરણાનો સાચો રાહ મળે તો જ તેમાંથી બહાર નીકળી શકે. આમ 'કોઈ તન ભૂખ્‍યા કોઈ ધન ભૂખ્‍યા' સામાજિક નવલકથાના લક્ષણોવાળી છે. વર્ણનો, સંવાદોની દૃષ્‍ટિએ નવલકથા ઉત્‍કૃષ્ઠ છે.
 
કુન્‍દન ચડયું કાંટે :
૧૯૬૭માં પ્રકાશિત થયેલ 'કુન્‍દન ચડયું કાંટે' હરિલાલ ઉપાઘ્‍યાયની સામાજિક નવલકથા છે. ૩પ પ્રકરણ અને ર૬૪ પૃષ્ઠમાં આકારિત થયેલું તેનું વસ્‍તું ગામ પરિવેશને આલેખવામાં સારી રીતે મદદરૂપ થાય છે. શંકર નામનો યુવાન અનેક સંઘર્ષમાંથી પસાર થાય છે. ગોપાળભાઈ પોતાનો સ્‍વાર્થી હેતું પાર પાડવા શંકરનો જીવનમાર્ગ રૂંધી નાખે છે. શંકર રંગપુરથી ભાગીને એક સંન્‍યાસી સાથે દૂર દૂર નાસી જાય છે. શંકરને અનેક કડવાં-મીઠાં અનુભવોથી જીવનની સાચી દિશાનું ભાન સાંપડે છે અને માનવજીવનનો કલ્‍યાણપ્રાર્થી બને છે. માત્ર કાશીમા જ શંકરનું હિત ઈચ્‍છે છે. આમ નવલકથાઓ અંત સુખદ છે.
આ નવલકથામાં શંકરનું પાત્ર કેન્‍દ્રવર્તી છે એ ઉપરાંત બીજા ગૌણપા ો સ્‍વાર્થી ગોપાળભાઈ, પ્રેમાળ વૃદ્ધા કાશીમા, માથાભારે રણમલ, નારાયણ સ્‍વામી, નીલા, સુંદરજી વગેરે પાત્રો અહીં સ્‍થાન પામ્‍યા છે.
'કુન્‍દન ચડયું કાંટે' સામાજિક નવલકથાના સંવાદો જીવંત અને ચોટદાર છે. દા.ત. કાશીમા (પ્રેમાળ વૃદ્ધા) : "અરેરે, આજે જ ન આવ્‍યો મારો શંકર, આવી આ કાળાકોપ જેવી ઠંડીમાં એનું શું થશે ? બિચારાને કોણ આશરો આપશે ?" આ ઉપરાંત શંકર નીલા વગેરેના સંવાદો નોંધપાત્ર બન્‍યાં છે. અહીં લેખકે તળપદી શૈલી અને કયાંક ક્યાંક સુવાક્યોનો પ્રયોગ પણ કરેલો જોવા મળે છે. તેમજ રંગપુર ગામના પાધરની નાગમતી નદી, કિનારા પર આવેલું ઈષ્‍ટદેવનું મંદિર વગેરે સારા વર્ણનો છે. આમ આ નવલકથા ગ્રામ્‍ય પરિવેશમાં આલેખાયેલી છે. અહીં સમગ્ર વસ્‍તુ જોવા એક ઉદ્યેશ પડઘાતો જોવા મળે છે કે 'માણસની સ્‍વાર્થવૃત્તિને કારણે કેટકેટલા ભેદભાવો સર્જાય છે.' આમ, 'કુન્‍દન ચડયું કાંટે' નવલકથામાં સંવાદો, શૈલી, વર્ણનો વગેરેની બાબતમાં લેખકની સિદ્ધિ દૃષ્‍ટિગોચર થાય છે.
 
કંચન લગે ન કાટ :
ઈ.સ. ૧૯૬૯માં પ્રકાશિત થયેલી 'કંચન લગે ન કાટ' ૩૧ પ્રકરણ અને ૩૪૪ પૃષ્ઠમાં આકારિત થયેલી હરિલાલ ઉપાઘ્‍યાયની સામાજિક નવલકથા છે. સામાજિક સંબંધોની આસપાસ આ નવલકથાનું વસ્‍તુ ગૂંથાયેલું છે. કથાની શરૂઆતમાં જ નેનવદર ગામનો પરિવેશ લેખકે આબેહૂબ રજૂ કર્યો છે. વિધવા જયાબાઈ અને તેની પૂત્રી ચંદ્રિકાના આગમનથી કથાનો પ્રારંભ થાય છે. ચંદ્રિકા એક યુવાન વયની યુવતિ હતી. એ સમયની પુરૂષ જાત તેની સામે કેવી નિષ્ઠુરતાથી નજરો ફેંકે છે. તેનું ચિત્ર લેખકે રજૂ કર્યું છે, ત્‍યારબાદ જયાબાઈ આપખુદશાહીના સમયમાં ગોપાળશેઠ અને કપુરશેઠના ઘરે ઘરકામ કરવા માટે જાય છે. કપુર શેઠના ચાર દિકરાઓ પણ ચંદ્રિકા સામે જોઈ લેવાની કામેચ્‍છા ધરાવે છે. પણ વિધિની વક્રતાએ તે નગરશેઠ પણ સામાન્‍ય માણસ જેવા બની ગયા છે. નેનવદર હવે આઝાદી પછીનું ગાંધીનગર બની ગયું છે. નવલકથાને અંતે ચંદ્રિકાનો પૂત્ર અજીત અને ચંપાની દીકરી દીના બંને પ્રણય સંબંધથી જોડાય છે અને બધા તેનો સ્‍વીકાર કરે છે.
આ નવલકથામાં પાત્રસૃષ્‍ટિ વૈવિઘ્‍યસભર છે. વિધવા જયાબાઈ, અપાર સૌંદર્ય ધરાવતી ચંદ્રિકા, કપુરશેઠ, ગોપાળશેઠ, ચંપા, અજીત, દીના, પ્રવીણાબા, વીનું, સનતકુમાર, કામેશ્વર શાસ્ત્રી વગેરે દરેક સ્‍ત્રી-પુરૂષ પાત્રો યોગ્‍ય સ્થાન પામ્‍યાં છે.
સંવાદકલાની દૃષ્‍ટિએ આ નવલકથા બહુ ઉપસતી હોય એવું લાગતું નથી તેમ છતા પણ કપુરશેઠ અને જયાબાઈનો સંવાદ, વીનુ અને ચંદ્રિકાનો સંવાદ, ચંપા અને મગનનો સંવાદ વગેરે સંવાદો નોંધપાત્ર છે. તેમજ લેખકે પ્રયોજેલી હળવી અને મનોરમ શૈલી કંઈક આગવી છે. દા.ત. 'એ તો મારા લાડકા દિયર જરા વધુ પડતા દેખાવડા ને પૈસાદારના ભણેલા દિકરા રહ્યા તે એણે મારી સાથે મીઠી મજાક ઉઠાવેલી હો ચંદા, પણ એનો ભાવ બીજા કરતા મારા ઉપર વધારે..... પાંચ ભાઈના લાકડાં અમારા લીલાબેન ને વધુ તો વીનુભાઈનું મારા ઉપર હેત છે.' આવી લેખકની સામાજિક સંબંધોને વર્ણવતી શૈલી છે.
અહીં લેખકે આપખુદશાહી અને આઝાદી પછીનો સમય પસંદ કર્યો છે અને અમદાવાદ, નેનવદર(ગાંધીનગર) જેવા સ્‍થળોનું આલેખન છે તેમજ વર્ણનકલાની દૃષ્‍ટિએ જોઈએ તો લેખકે પ્રયોજેલા સામાજિક વર્ણનો ઘ્‍યાનપાત્ર બન્‍યાં છે.
'કંચન લગે ન કાટ' નવલકથામાંથી પસાર થતા એક ઉદ્દેશ એ જોવા મળે છે કે સમય અને કાળની થપાટ લાગતા બધું બદલાઈ જાય છે. માણસ ભલે કોઈની ગમે તેટલી નિંદા કરે પણ કંચનને કાટ કયારેય લાગતો નથી.
 
રહી ગઈ મનની મનમાં :
ઈ.સ. ૧૯૬રમાં પ્રકાશિત થયેલી 'રહી ગઈ મનની મનમાં' નવલકથા ર૯ પ્રકરણ અને ર૪૮ પૃષ્ઠમાં આકારિત થયેલી છે. હરિલાલ ઉપાઘ્‍યાયની આ એક પ્રયોગશીલ નવલકથા છે. માધવ અને નિરંજના કથાના નાયક નાયિકા છે. કથાનાયક માધવ નવલકથાના આરંભે મુંબઈની ચોપાટી પર બસસ્‍ટેન્‍ડે રાહ જોતો બતાવ્‍યો છે. જે પોતાના જીવનમાં અનેક દુઃસાહસો અને વ્‍યવહારિક ભૂલો કર્યે જાય છે. તે પોતાના ભાવિનો પણ લેશમાત્ર વિચાર કરતો નથી અને એક પછી એક અનુભવોમાંથી પસાર થતો જાય છે. જયારે તેને સાચું ભાન થાય છે ત્‍યારે તો તે બધું જ પરવારી બેઠેલો હોય છે.
આ નવલકથાની પાત્રસૃષ્‍ટિમાં કથાનાયક માધવ, લોકસેવક ગુરૂજી, રસમૂર્તિ નિરંજના, ત્‍યાગમયી રેવા, જગદીશ, મિસિસ ડિસોઝા, કલુદાદા વગેરે સ્‍થાન પામ્‍યા છે. આ ઉપરાંત અન્‍ય ગૌણ પાત્રો પણ સ્‍થાન પામ્‍યાં છે.
સંવાદકલાની દૃષ્‍ટિએ 'રહી ગઈ મનની મનમાં' ઉત્‍કૃષ્‍ટ કૃતિ રહી છે. ભાવનાસભર સંવાદો જોવા મળે છે. દા.ત. માધવ : "વાહ જગદીશ ! ધન્‍ય છે, તને ભારતના ભામાશા, ધન્‍ય છે તારી દિલાવરીને !" આ ઉપરાંત નિરંજના, રેવાના સંવાદો પણ સારી રીતે પ્રયોજાયેલા છે. સામાન્‍ય વાચક સમજી શકે તેવી સાદી અને સરળ ભાષાનો પ્રયોગ લેખકે કર્યો છે અને અંગ્રેજો સામેની લડતનું વાતાવરણ મુંબઈની પશ્ચાદભૂમાં બતાવ્‍યું છે.
આમ 'રહી ગઈ મનની મનમાં' નવલકથા સંવાદ, શૈલી વગેરેની દૃષ્‍ટિએ વાચકવર્ગમાં ભારે આદર પામી છે. તેમજ શીર્ષક પણ સાર્થક ઠરે છે. આમ, લેખકે નવી પ્રયોગશીલ નવલકથા આપવાનો ઉપક્રમ સેવ્‍યો છે.
 
હૈયે મઢાયા હેત :
ઈ.સ. ૧૯૭૧માં પ્રકાશિત થયેલી 'હૈયે મઢાયા હેત' નવલકથા ૩પ પ્રકરણ અને ૩૩ર પૃષ્ઠમાં આકારિત થયેલી છે. આ નવલકથા કૌટુંબિક છે. કુટુંબનો વડીલ ગણાતો રાધાવલ્‍લભ સુખકામનામાં ખેંચાઈ જતા મતિમંદ બની પોતાના બાળકોને અનૈતિક માર્ગે જવા દેવાનો અપરાધ કરી બેસે છે. અને તેના ઘરમાં કલહનું વાતાવરણ સર્જાય છે અને તેના કારણે સ્‍મિતા તે ઘરમાંથી નાસી છૂટે છે. કલાના સંસ્‍કારો પામેલી સ્‍મિતા બુદ્ધિશાળી હોવાથી ફિલ્‍મી દૂનિયામાં અભિનેત્રી પણ બને છે. સ્‍મિતા પોતાના જીવનની બરબાદી સામે જાગૃત રહી જાય છે. તેમાં રાધાવલ્‍લભ સામે દેવકીના આપેલા સંસ્‍કારો જ પ્રેરણા સ્‍થાન બને છે. આમ, નવલકથાનો અંત સુખદ છે.
વૈવિઘ્‍યસભર પાત્ર સૃષ્‍ટિ 'હૈયે મઢાયા હેત'માં સ્‍થાન પામી છે. જેમાં રાધાવલ્‍લભ, દેવકી, સ્‍મિતા, અજય, મોહિની, રાધા, વિપુલ, સંજય અને પશ્‍મિના, શેઠ વાડીલાલ, શતીષ, ચંદા, રતનલાલ શેઠ વગેરે સ્‍થાન પામ્‍યા છે. તેમજ સંવાદકલા પણ અનેરી છે. મોટાભાગના સંવાદો ભાવવાહી અને ચોટદાર બન્‍યા છે. દા.ત. દેવકી : "જાણે કે તમને કશી ખબર જ ન હોય અને હજુ પણ ઢાંકપિછોડો કરવો હોય તો તમે જાણો અને તમારું આ ઘર જાણે..."
અહીં લેખકે પ્રયોજેલી શૈલી રસમય ગદ્ય છટાવાળી છે. શિષ્‍ટ અને તળપદી શૈલીનો વિનિયોગ કૌટુંબિક વાતાવરણને આલેખવામાં મદદરૂપ થાય છે. એકાદ વર્ણન દ્વારા તેનો ખ્‍યાલ મેળવીએ. "જામતી રાતનું વાતાવરણ નિરવતામાં ઘૂંટાતું હતું. પોતાના ઓરડામાં બેસી શેઠ રાધાવલ્‍લભ અગત્‍યના ધંધાદારી કાગળ તપાસતા હતા. દિવાલે જડેલાં વિદ્યુત ઘડીયાળની ધીમી ઘૂરઘરાટી સિવાય વાતાવરણ શાંત હતું."૧૦ આમ, વર્ણનો દ્વારા ભાષાશૈલીનો પરિચય મળી રહે છે. સમગ્ર નવલકથામાંથી પસાર થતા એ ઉદ્દેશ સ્‍ખલિત થતો જોવા મળે છે કે જીવનમાં નૈતિક મૂલ્‍યોની ભારે અનિવાર્યતા છે.
 
ઉગ્‍યો ચંદ્ર અમાસે :
ઈ.સ. ૧૯૭૧માં પ્રકાશિત થયેલી 'ઉગ્‍યો ચંદ્ર અમાસે' નવલકથા ૩૧ પ્રકરણ અને ર૦૯ પૃષ્ઠમાં આકારિત થયેલી છે. જેમાં મહેન્‍દ્ર અને જયોતિના દામ્‍પત્‍યજીવનની કથા આલેખવામાં આવી છે. નવલકથાના બધા જ પ્રકરણો તેની કુટુંબકથા દ્વારા જ આલેખાયેલા છે. અંતે નયના અને અનિલભાઈ શેઠ લગ્નસંબંધથી જોડાય છે.
આ નવલકથાના પાત્રો સામાન્‍ય વર્ગનું પ્રતિનિધિત્‍વ કરતા પાત્રો છે. મહેન્‍દ્ર અને જયોતિ મુખ્‍ય પાત્રો છે. આ ઉપરાંત મંગળશેઠ, નયના, સુરજબા, શાંતિલાલ, અનિલભાઈ શેઠ, ધીરેન્‍દ્રભાઈ, માધુભાબાપુ, શારદાબેન વગેરે પાત્રો દ્વારા નવલકથાનું કલેવર ઘડાયું છે.
આ નવલકથા સંવાદોની દૃષ્‍ટિએ ઓછી રસપ્રદ રહી છે. તેમજ શિષ્‍ટ શૈલીનો વિનિયોગ થયેલો છે અને ગ્રામ્‍ય વાતાવરણનું આલેખન અને ચોરવાડ, માલીસર જેવા પ્રાંતોનું આલેખન છે. વર્ણનો સાદા છે તેમજ ઓછા વર્ણનો લેખકે પ્રયોજયા છે. અહીં લેખકની મર્યાદા દેખાઈ આવે છે. વાચકને આરંભથી અંત સુધી ઝકડી રાખે તેવું નવલકથાનું કલેવર નથી.
 
તેજછવાઈ રાત :
ઈ.સ. ૧૯૭૧માં પ્રકાશિત થયેલી 'તેજછવાઈ રાત' હરિલાલ ઉપાઘ્‍યાયની લઘુનવલ કહી શકાય તેવી ૧૧ પ્રકરણ અને ૧૬૬ પાનામાં આકારિત થયેલી સામાજિક નવલકથા છે. જેમાં નંદલાલ અને વસંતની આસપાસ સમગ્ર નવલકથાનું કલેવર બંધાયેલું છે. વસંત કુંવારી માતા બને છે અને નંદલાલ દ્વારા તેનો બચાવ થાય છે. તે સમાજજીવનમાં અનેક સંઘર્ષોની વચ્‍ચેથી પસાર થાય છે. નવલકથાને અંતે વીરજીભાઈ, નંદલાલ, અને રામજી શેઠ પારિવારિક ઘનિષ્ઠ સંબંધોથી જોડાય છે. આમ, નવલકથાનો અંત સુખદ છે.
'તેજછવાઈ રાત' નવલકથાની પાત્રસૃષ્‍ટિ ભાવનાસભર છે. જેમાં નંદલાલ, વસંત, સુજાતા, સંજય, વીરજીભાઈ, રામજી શેઠ, મીના વગેરે પાત્રો સમાવિષ્‍ટ થયા છે. સુજાતાનું પાત્ર ક્ષમા, પવિત્રતા, કર્તવ્‍યનિષ્ઠા અને શ્રદ્ધાની સાક્ષાતમૂર્તિ સમું પાત્ર છે. નંદલાલ પણ કર્તવ્‍યનિષ્ઠ અને બીજાનું ભલું કરતું પાત્ર છે.
સંવાદકલાની દૃષ્‍ટિએ આ નવલકથા ઉત્તમ છે. એકાદ ઉદાહરણ જોઈએ-નંદલાલઃ "આવી બહાદુર પુત્રીનો પિતા હોવાને નાતે મારે સાવધ બની જવું જોઈએ."૧૧ વગેરે નાના મોટા દરેક સંવાદો ચોટદાર બન્‍યાં છે. લેખકે શૈલી પણ સાદી અને સરળ પ્રયોજી છે. ચમનપુર જેવા ગ્રામ્‍ય પ્રદેશનું વાતાવરણ તેમજ ૧૯૭૦ની આસપાસની ઘટનાઓ લેખકે પ્રયોજી છે. આ નવલકથાનો ઉદ્યેશ એ છે કે કેટલાક સ્‍વાર્થી માણસો પોતાનો સ્‍વાર્થ સાધવા બીજાનું ખરાબ કરે છે, અહિત કરે છે.
આમ, હરિલાલ ઉપાઘ્‍યાયે 'તેજછવાઈ રાત' નવલકથામાં ઉપદેશમય વસ્‍તુ યોજયું છે અને વર્ણનકલા પણ અનેરી છે. એ દૃષ્‍ટિએ સિદ્ધિ પ્રાપ્‍ત નવલકથા છે.
 
નિશા સુણાવે નાદ :
ઈ.સ. ૧૯૭૧માં પ્રકાશિત થયેલી 'નિશા સુણાવે નાદ' નવલકથાનું વસ્‍તુ ૪૧ પ્રકરણ અને ૩પ૧ પૃષ્ઠમાં વિભાજિત થયેલું છે. આ સામાજિક નવલકથા માં નવા જમાના સાથે સર્જાયેલા વર્તમાન જીવન સંઘર્ષને દાખવવાનો પ્રયાસ લેખકે કર્યો છે. જયપાલસિંહના જન્‍મદિનની ઉજવણીનો પ્રસંગ નવલકથાના પ્રારંભમાં આલેખવામાં આવ્‍યો છે. અંતે પ્રતિમા અને વિક્રમ, સોહિણી અને મોતીલાલ, અન્‍વિતા અને રાજુ, નન્‍વી અને મસ્‍તાનના લગ્ન થાય છે અને જયપાલસિંહ આ યુગલોને સુખી થવાનો આશિર્વાદ આપે છે. આમ, નવલકથાનો અંત સુખદ છે.
પ્રસ્‍તુત નવલકથાના પાત્રો જયપાલસિંહ, પ્રમોદભાઈ, બાલકૃષ્‍ણ, મસ્‍તાન, પ્રતિમા, વિક્રમ, નન્‍વી, સોહિણી, મોતીલાલ, રાજુ વગેરે સ્‍ત્રી-પુરૂષ પાત્રો છે. અહીં જયપાલસિંહનું પાત્ર ઉદાર મનોવૃત્તિ ધરાવતું પાત્ર છે ને આ નવલકથાના સંવાદો જીવંત બન્‍યાં છે. દા.ત. જયપાલસિંહ : "આજના આ મંગળ દિવસે મારા હૃદયની લાગણીઓ સાકાર થઈ છે. જીવનની આ સફળતાનો આનંદ વ્‍યક્‍તત કરવા માટે મારી પાસે શબ્‍દો નથી. નવવિવાહીત યુગલ એવા જ પ્રેમવિશ્‍વાસ તથા કર્તવ્‍યપાલન વડે સુખી થાઓ !"૧ર અહીં પ્રયોજવામાં આવેલી શૈલી હળવી, રોચક અને સામાન્‍ય વાચક સમજી શકે તેવી છે. તેમજ કૌટુંબિક અને રાજકીય વાતાવરણ અહીં જોવા મળે છે. ખાસ નોંધનીય બાબત એ છે કે વર્ણનો માહિતીસભર બન્‍યા છે. તેમજ પાત્ર મુખે ચિંતનો મુકેલા જોવા મળે છે. 'સમય બદલાય છે ત્‍યારે બધું પલટાઈ જાય છે..... પોતાનું અસલી હીર બાળી માણસનું મન પણ ફરી જાય છે.' આવા ચિંતનાત્‍મક વાક્‍તયો પાછળ લેખનું માનસ પ્રગટ થતું જોવા મળે છે. સમયે સમયે પરિવર્તન આવતું રહે છે. અહીં લેખકનો ઉદ્યેશ યુગપરિવર્તન પર પલટાતી નજર રાખવાનો ઉપક્રમ હોય શકે.
 
મનપંખીના માળા :
ઈ.સ. ૧૯૭રમાં પ્રકાશિત થયેલી 'મનપંખીના માળા' ૩૧ પ્રકરણ અને રપ૬ જેટલા પાનાઓમાં આ નવલકથા વિભાજિત થયેલી છે. લેખકે આ નવલકથામાં માનવમનની ગતિવિધિ પર પ્રકાશ ફેંક્‍યો છે. અજયગઢ રેલ્‍વે સ્‍ટેશનમાં સાંધાવાળાની નોકરી કરતા યુવાન દેવરાજના મનમાં વેરવૃત્તિએ તોફાન જગાડયું છે. રૂપસિંહ તેને સમજાવવાનો પ્રયાસ કરે છે. અંતે રેણુકા તેને ધર્મનો ભાઈ બનાવે છે અને દેવરાજની વેરવૃત્તિના પરિણામને અયોગ્‍ય રસ્‍તેથી પાછું વાળે છે. આમ, કથાનો અંત સુખદ છે.
'મનપંખીના માળા' નવલકથાની પાત્રસૃષ્‍ટિ સામાન્‍ય વર્ગનું પ્રતિનિધિત્‍વ કરે છે. જેમાં યુવાન દેવરાજ, રૂપસિંહ, સ્‍મિતા, અનિલ, લીલા, વીરાજીડોસો, ગીતા, રેણુકા વગેરે સ્‍ત્રી-પુરૂષ પાત્રો અહીં સ્‍થાન પામ્‍યાં છે. સંવાદકલાની દૃષ્‍ટિએ આ નવલકથા આકર્ષક બની છે. દા.ત. દેવરાજ : "નહીં સાહેબ એ નરાધમ માણસનું ખૂન મેં પોતે જ કર્યું હતું."૧૩ આવો સહજભાવ દેવરાજના પાત્રમાં જોવા મળે છે. સંવાદોના માઘ્‍યમ દ્વારા કથાની શૈલીનો પણ ખ્‍યાલ આવતો હોય છે. શૈલી મુખ્‍યત્‍વે સાદી અને સરળ છે. તેમજ અજયગઢ, સેજપુરની પશ્ચાદભૂમાં બનતું ગ્રામ્‍ય આલેખન આકર્ષક બન્‍યું છે. વર્ણનો પણ માહિતીભર બન્‍યા છે.
આમ, 'મનપંખીના માળા' વર્ણનકલા, સંવાદકલાની દૃષ્‍ટિએ નોંધપાત્ર છે. તેમજ દેવરાજ, અનિલ અને સ્‍મિતાના માનવમનની આંતરિક ગતિનો ખ્‍યાલ આપતું શીર્ષક યથાર્થ છે.
 
ગોરી તો ગુણિયલ ભલી :
ઈ.સ. ૧૯૭પમાં પ્રકાશિત થયેલી 'ગોરી તો ગુણિયલ ભલી' રપ પ્રકરણ અને ર૭૮ પાનાઓમાં વિભાજિત થયેલી હરિલાલ ઉપાઘ્‍યાય કૃત સામાજિક નવલકથા છે. અહીં સુચિતા ગુણિયલ નારીનું પ્રતિનિધિ પાત્ર છે. પતિના જીવનસુખ અને સંસારની સફળતાઓ માટે ગૃહિણી-ગુણિયલ નારીની અપરંપાર જવાબદારીઓવાળી નારી માટે ગુણવાન હોવાની આવશ્‍યકતા અનિવાર્ય જ હોય છે અને સુચિતાનો પતિ વીનુ ગર્વનો અહેસાસ કરે છે.
પ્રસ્‍તુત નવલકથાની પાત્રસૃષ્‍ટિમાં સુચિતા, વીનું મુખ્‍ય પાત્ર છે અને રાધા, લક્ષ્મી, ચિતુ, રીના, રીટા, રણજીત, અન્‍વિતા, શિવજીભાઈ વગેરે ગૌણ પાત્રો છે. દરેક પાત્રનાં મુખે મૂકાયેલા સંવાદ નવલકથાને આગળ ધપાવે છે. દા.ત. વીનુ : "જો કે સજા કરનાર પોતે જ હવે ગુનાખોરીના પંથે છે. એટલે ભાવિમાં તેને પોતાને ફાંસલામાં ફસાવું પડશે એટલે જ કહું છું કે જે થાય છે તે જોયા કરો."૧૪ વગેરે સંવાદો નોંધપાત્ર છે અને શૈલી ઓજસયુક્‍ત સાદી અને સરળ છે. પણ વર્ણનો ખાસ આકર્ષક બન્‍યાં નથી. આમ, લેખકે જે સ્‍થળનું આલેખન કર્યું છે તે મુંબઈ અને ત્‍યાંની હોસ્‍પિટલનું વાતાવરણ અહીં દર્શાવવામાં આવ્‍યું છે.
પ્રસ્‍તુત નવલકથામાં સંસારજીવનમાં ઉપસ્‍થિત થતી એવી કસોટીઓ પાસ કરવાની શક્‍તિતઓ તથા સમજદારી એ નારીજાતિના ગુણ ગણાય છે. આવી ગુણિયલ ગૃહિણીને સંસારનો મહિમા ગણાવ્‍યો છે. ઘરની લક્ષ્મી, પુરૂષની સંસારસાથી અને જીવનસંગિની ગૃહિણીનું પદ કેટલું બધુ ગૌરવપૂર્ણ હોય છે. તેનું મહત્વ દર્શાવવાનો ઉદ્દેશ બતાવ્‍યો છે.
 
સરોવર છલી વળ્‍યા :
ઈ.સ. ૧૯૭૭માં પ્રકાશિત થયેલી 'સરોવર છલી વળ્‍યા' હરિલાલ ઉપાઘ્‍યાય કૃત સામાજિક નવલકથા ૩૧ પ્રકરણ અને ર૭૮ પૃષ્ઠમાં વિભાજિત થયેલી છે. લેખક પ્રસ્‍તાવનામાં નોંધે છે કે "સંસારની વિરાટ વણઝારના સથવારે જીવનનો પંથ પાર કરી રહેલો માણસ સુખદુઃખ, ચડતી પડતી, ભલાઈ બુરાઈ, અંધારા અજવાળાનો અનુભવ કરે છે. માનવજીવનના આવા જુદા જુદા વળાંક પાર કરતા પાત્રોવાળી આ નવલકથાના આલેખન વેળા પણ મારા અંતરમાં તો જીવનમાંગલ્‍યની ભાવના જ ઘૂંટાયા કરી હતી."
એક માણસના જન્‍મજાત ગુણસ્‍વભાવ, આશા આકાંક્ષા તથા તેમાં મનની ગતિવિધિ આ બધું બીજા માણસ કરતા નિરાળું હોય છે અને એ કારણે એક માણસ બીજાને સાચી રીતે સમજી શકતો નથી. બીજાને સાચા સ્‍વરૂપે ભાગ્‍યે જ જોઈ શકે છે. આમ છતા માનવમનની જન્‍મજાત માંગલ્‍યભાવના, સરલતા, પ્રેમભાવ, સહાનુભૂતિ અને અનુકંપા જેવા અમીરસ વડે સરોવરની જેમ આનંદ છલકાવતા સંસાર પ્રત્‍યે સંસારીના મનમાં મમતા તથા રસનો નિજાનંદ ઘૂંટાયા કરે છે.
ત્રિલોક નવલકથાનો નાયક છે. કથાના આરંભથી માંડીને અંત સુધી સમગ્ર કથાવસ્‍તુ તેની આસપાસ ગૂંથાયેલું છે.
આ નવલકથાની પાત્ર સૃષ્‍ટિ વૈવિઘ્‍યસભર છે. ઉચ્‍ચ અને નિમ્‍ન એમ બે પ્રકારના પાત્રો અહીં સ્‍થાન પામ્‍યાં છે. જેમાં ખુશાલભાઈ રાજકારણી, ત્રિલોક, હેમાવતી, સંતુ, જગદીપ, શોભના, તેમજ વિજયબાપુ, શાસ્‍ત્રીજી, સરોજ, નવીન આ બધા જ પાત્રો પોતપોતાના મનોજગતમાં પણ જીવનમાંગલ્‍ય અને પ્રેમ જ કેન્‍દ્રસ્‍થાને છે. દરેક પાત્રમુખે મૂકાયેલા સંવાદો રોચક છે. એકાદ સંવાદ ઉદાહરણ તરીકે જોઈએ. દા.ત. હેમાવતી : " તમને બેચેની જણાતી હોય તો કહેશો આપણે ડોક્‍ટરને બોલાવી શકીશું."૧પ આ સંવાદમાં હેમાવતી અનુકંપાથી છલકાતા હૈયે બોલે છે. તેમાં ત્રિલોક પ્રત્‍યેની મમતા દૃષ્‍ટિગોચર થાય છે. તેમજ આ નવલકથાની શૈલી સાદી, સરળ અને રોચક છે. દા.ત. બેટા, તમે બેઉ કર્તવ્‍યપંથે યશ મેળવી માનવજાતનું મંગળ ઈચ્‍છજો, ઈશ્‍વર તમારું કલ્‍યાણ કરો. આમ, ભાષાશૈલી આડંબર વિનાની છે. આ નવલકથાની વર્ણનકલા ગ્રામ્‍ય અને શહેરી પાશ્ચાદભૂમાં રજૂ થાય છે. અહીં લેખકે પ્રયોજેલો ઉદ્યેશ એ છે કે સત્‍યનિષ્ઠા, ક્ષમા અને પરમાર્થ વડે જીવન સાફલ્‍ય દ્વારા જીવનમાંગલ્‍ય બનાવવાનો છે.
 
કુંવારી માતા :
ઈ.સ. ૧૯૭૭માં પ્રકાશિત થયેલી 'કુંવારી માતા' હરિલાલ ઉપાઘ્‍યાયની યશસ્‍વી કૃતિ છે. ૪૧ પ્રકરણ અને ર૬૮ પૃષ્ઠમાં તેનું વસ્‍તુ સંકળાયેલું છે. આ નવલકથા સામાજિક સમસ્‍યા તરફ અંગુલિનિર્દેશ કરે છે. નવલકથાનો આરંભ ફ્‌લેશબેકથી થાય છે. સૌપ્રથમ મુખ્‍ય ઘટના લેખક બતાવે છે. વર્તમાન સામાજિક જીવનના આંતરિક પ્રવાહોનું દર્શન કરાવી રહેતી આ નવલકથા માનવીના મનની આશા-આકાંક્ષાઓ, મનોબળ અને માનસિક નબળાઈઓનું આલેખન લેખકે રજૂ કર્યું છે.
એ સમયે આપણો સમાજ અનેક સમસ્‍યાઓથી ઘેરાયેલો હતો અને આજે પણ છે. આપણો દેશ આઝાદ થયો અને ઘણા વર્ષો વીત્‍યાં પણ કેટલાક દૂષણો સમાજમાં ખૂણે ખાચરે પડેલા છે. જેવા કે દહેજ, ચારિત્ર્યયની ભ્રષ્‍ટતા વગેરે. અહીં કુંવારી છોકરી માતા બને છે જે મમતાના પાત્ર દ્વારા બતાવ્‍યું છે. આજે પણ સમાજમાં એવા મમતા જેવા જીવંત પાત્રો હશે. સમાજની આવી નિષ્ઠુરતા પર પ્રકાશ પાડવાનો લેખકનો ઉપક્રમ રહ્યો છે.
અહીં સામાન્‍ય પાત્રો સ્‍થાન પામ્‍યાં છે. જેવા કે સમાજની નિષ્ઠુરતાનો ભોગ બનેલી મમતા, પ્રેમાળતાનો સાક્ષાત્‍કાર જોઈ શકાય એવી પ્રેમાબાઈ, જિતુ, પુરણબેન, દાદાસાહેબ, રાજુભાઈ, રણજીત, મધુ મમતા-દિલાવર, કુમારશેઠ વગેરે જેવા સ્‍ત્રી-પુરૂષ પાત્રો લેખકે કાળજીપૂર્વક આલેખ્‍યા છે.
'કુંવારી માતા'ની સંવાદકલા પણ ચોટદાર, મર્માવી અને જીવંત છે. દા.ત. પૂરણબેન : "વિશ્‍વાસ રાખો પ્રેમાબાઈ, પ્રભુના પ્‍યારા આ બાબાને હું મારો પેટનો જણ્‍યો માની લાડકોડથી ઉછેરીશ ને મને મળેલી આ અણમોલ થાપણનું હું રૂડીપેરે જતન કરીશ."૧૬ આ સંવાદના માઘ્‍યમથી ખ્‍યાલ આવે છે કે ઈશ્‍વરની લીલા અનેરી છે. સંવાદોની જેમ શૈલી પણ રોચક છે. સાદી, સરળ અને તળપદા શબ્‍દોવાળી ભાષાનો વિનિયોગ લેખકે કર્યો છે. અમદાવાદ, જાવરા, મોજીલા જેવા ગ્રામ્‍ય અને શહેરી વિસ્‍તારની પાશ્ચાદભૂમાં આલેખાયેલી આ નવલકથાનું વાતાવરણ આઝાદી પછીના સમયનું છે. અને ઉદે્‌શ પણ સમાજને સીધો ચોટ આપે તેવો છે. માનવ-સંસ્‍કારિતાના આદ્યપ્રેરક આપણા મહાન ભારત દેશની આઝાદીના ગૌરવ સામે પડકારરૂપ એવા કેટલાક અનિષ્‍ટો સામે આંગળી ચીંધવાનો હેતુ અહીં સ્‍પષ્‍ટ છે. આમ, ઘટના અને કથાપ્રવાહ સાથે વાચકને ઝકડી રાખવો એ લેખકની સિદ્ધિ છે.
 
કુંવારી માતા :
ઈ.સ. ૧૯૭૯માં પ્રકાશિત થયેલી 'મોતીડે બાંધી પાળ' હરિલાલ ઉપાઘ્‍યાય કૃત સામાજિક નવલકથા છે. અહીં વસ્‍તુ સામાન્‍ય છે. આ નવલકથામાં વિમલ અને કૃષ્‍ણા નાનપણમાં જ માતાપિતાની છત્રછાયા ગુમાવી બેસે છે અને બંને તેના મામાને ત્‍યાં રહે છે. તેના મામીનો અસહ્ય ત્રાસ વેઠીને અનેક તકલીફો ભોગવે છે. વિમલ શહેરમાં ભણવા માટે જાય છે. તેની બેન કૃષ્‍ણા તેને હિંમત આપે છે. અંતે કૃષ્‍ણા અને દીનાના લગ્ન લેવાય છે અને વાતાવરણ મંગલમય બને છે. આમ, નવલકથાનો અંત સુખદ છે.
'મોતીડે બાંધી પાળ' નવલકથાની પાત્રસૃષ્‍ટિ સામાન્‍ય પરિવારનું પ્રતિનિધિત્‍વ કરે છે. જેમાં લાચારી ભોગવતા વિમલ અને કૃષ્‍ણા, ઝઘડાખોર લાભુ, દીના, સ્‍વાર્થી વેપારી મામા મોરલીધર, નાનીબા, ભરત, મકનજી, નાનકુભા, મીઠીમા વગેરે. ઓછા પાત્રો અહીં સ્‍થાન પામ્‍યાં છે તેમજ દરેક પાત્રો સાદા અને નિરાળા છે. પાત્રમુખે મૂકાયેલા સંવાદો પણ ભાવનાસભર છે. દા.ત. કૃષ્‍ણા : "ભઈલા ઘરમાં હું એકલી કે નિરાધાર નથી, અને અહીં આપણને બાપુજી મૂકી ગયા છે તે આપણા પોતાના ખરચે રહીએ છીએ અને કોઈના તાબેદાર નથી. આ ખ્‍યાલ રાખી તું મારી ફિકર ન કરતો, હું પોતે પણ મામી અને એના છોકરાને પહોંચી વળું એવી છું હોં.... તું નિશ્ચિંત રહી અભ્‍યાસ કરજે. ભણી ગણીને તું આગળ આવીશ અને આપણા બાપુજીની મિલ્‍કત સંભાળી આપણે સુખી થઈશું."૧૭ આ પ્રમાણે મોટાભાગના સંવાદો નિરાળા, ભાવવહી અને હૃદયદ્રાવક બન્‍યાં છે. શૈલી પણ હળવી અને મનોરસ ગદ્યછટાવાળી છે. તેમજ અસોદર, વઢવાણ જેવા ગ્રામ્‍ય પરિવેશમાં કથાનું આલેખન થાય છે અને લેખકનો ઉદ્યેશ સંસ્‍કાર જાગૃતિની ઝલક સાથે જીવનકલ્‍યાણનો રાહ બતાવવાનો છે.
અહીં વર્ણનોની બાબતમાં લેખકની મર્યાદા રહી છે, પણ થોડી ઘણી મર્યાદાને બાદ કરતા સિદ્ધિઓ વધારે દૃષ્‍ટિગોચર થાય છે.
 
ખૂટયું નથી ખમીર :
ઈ.સ. ૧૯૮૧માં પ્રકાશિત થયેલી 'ખૂટયું નથી ખમીર' સામાજિક નવલકથા ર૯ પ્રકરણ અને ૧૮૮ પૃષ્ઠમાં વિભાજિત થયેલી છે. જેમાં માધવજીશેઠ અને તેની પત્‍ની લક્ષ્મીના પરિવારની કથા આલેખાઈ છે. મનોજ અને તેની પત્‍ની અનિલા માધવશેઠના પૂત્ર અને પૂત્રવધુ છે. લેખક અહીં નોંધે છે કે 'પરિવર્તન અને પ્રગતિ એ જીવનની અનિવાર્ય તાસીર છે. જમાના સાથે બદલાતા જીવનમૂલ્‍યો સ્‍વીકારવા જોઈએ. પરંપરામાં વળગી રહેવામાં જડતા છે ને જમાનાની ગતિવિધિ પ્રમાણે વ્‍યક્‍તિ તથા સમાજજીવન તાલ મિલાવી રહે તે સામે કશું કહેવાનું ન હોય પરંતુ સુધારાના બનાવટી શોખને સહારે જો જીવનનું કર્તવ્‍ય ભૂલી સ્‍વચ્‍છંદી બની જવાય તો જીવનમાંગલ્‍યની કોઈ આશા જ ન રહે' આમ, આ નવલકથા પાત્રપ્રધાન અને હેતુલક્ષી રહી છે.
આ નવલકથાનં પાત્રો ખુમારીવાળા છે. માધવજી શેઠ, લક્ષ્મી, મનોજ, અનિલા, વિધવા પ્રવિણા, તુલસીદાસ, શારદા જગમોહન, મુનિમ વિરચંદભાઈ, વાણીકુશળ વીરાજી વગેરે પાત્રો સ્‍થાન પામ્‍યાં છે. દરેક પાત્ર અહીં સ્‍વતંત્ર છે, પણ સંસ્‍કારોથી સભર છે તે સંવાદના એકાદ ઉદાહરણ દ્વારા ખ્‍યાલ આવશે. દા.ત. પ્રવિણા : "ના બા, હવે આપણી મીના સમજણી થઈ ગઈ છે અને ત્‍યાંના વાતાવરણમાં એને લઈ જવાનું મને ઠીક નથી લાગતું..."૧૮ સાદી, સરળ અને ઓજસયુક્‍તત શૈલીમાં રજૂ થયેલા સંવાદો રોચક છે એવીજ વર્ણનકલા પણ જીવંત બને તેવી છે. દા.ત. "ધોળે દિવસે દીવા બાળવા પડે એવી અંધારી અને વાસ મારતી ચાલીની સાંકડી ઓરડીઓમાં જીવન બસર કરતા માણસો પણ જંતુની જેમ મુંબઈને વળગી રહ્યા. જોવામાંય મનોજનું મન ન સમજાય એવું કાંઈ અનુભવી ઉઠતું પણ ધીમે ધીમે આ પરિસ્‍થિતિ તેને પચી જવા લાગી હતી."૧૯
ગ્રામ્‍ય અને શહેરી પશ્ચાદભૂમાં આલેખાતી આ નવલકથામાં મુંબઈ, રાજકોટ જેવા શહેરી વિસ્‍તાર તેમજ કોટડા જેવા ગ્રામ્‍ય વિસ્‍તારોમાં બનતી ઘટનાઓ લેખકે બતાવી છે તેનો ઉદ્યેશ એ છે કે સુખ અને શાંતિ ત્‍યાગમાં છે, ઉપભોગમાં નથી એ સત્‍યને સાકાર કરવું. માનવજીવનમાં આનંદ અને આશા આકાંક્ષાઓ સિદ્ધ કરવાની તમન્‍ના અવશ્‍ય હોવી જોઈએ. પરંતુ સુખ ભોગવી લેવાની અકરાંતિયાવૃત્તિ આધિન થયેલું જો નૈતિક મર્યાદાઓનું ઉલ્‍લંઘન કરે તો પરિણામે તે માનવજીવન માટે હાનિકારક બની રહે છે.
 
એક ભલો સપૂત :
ઈ.સ. ૧૯૮રમાં પ્રકાશિત થયેલી 'એક ભલો સપુત' નવલકથા ર૯ પ્રકરણ અને ૩૩૧ પૃષ્ઠમાં વિભાજિત થયેલી છે. આ નવલકથામાં ધર્મેન્‍દ્ર અને મંજરી નાયક-નાયિકા છે. પ્રભુદાસ અને શિવશંકર બે ભાઈઓ છે. જેમાં શિવશંકર સહનશીલતાની મૂર્તિસમ પાત્ર છે. ધર્મેન્‍દ્ર અનેક જંજાવાતો સામે લડે છે ને અંતમાં ધર્મેન્‍દ્ર અને મંજરીના લગ્ન દ્વારા સુખદ મિલન થાય છે. અહીં લેખકે ભલાઈ અને બુરાઈ બેઉં પરસ્‍પર વિરોધી પ્રકૃતિઓ માનવજીવન સાથે ઓતપ્રોત થયેલા અનિવાર્ય સત્‍ય જેવી છે તે દર્શાવવાનો હેતુ રહ્યો છે.
આ નવલકથાના પાત્રો પરસ્‍પર વિરોધી માનસવાળા છે. કેટલાક પાત્રો સરળ મનોવૃત્તિ પણ ધરાવે છે. અહીં ધર્મેન્‍દ્ર, મંજરી, લંપટ પ્રભુદાસ, ત્‍યાગી અને પ્રેમાળ શિવશંકર, પ્રભુદાસની પહેલી પત્‍ની ગુણિયલ ત્રિવેણી, બીજી પત્‍ની કાન્‍તા, ભરત અને સંગીતા, દિપક, રમેશ, છબિલદાસ, નંદલાલ, ઉમા વગેરે પાત્રો ભલાઈ-બુરાઈનો ભેદ તારવી બતાવે છે.
સરળ અને રસાળ શૈલીમાં પ્રયોજાયેલી આ નવલકથા વાચકોને આરંભથી અંત સુધી ઝકડી રાખે તેવી છે. તેના સંવાદો આકર્ષક બન્‍યાં છે. દા.ત. ધર્મેન્‍દ્ર : "સત્તા અને સંપત્તિ માયાવી વસ્‍તુઓ, બેઉં વસ્‍તુ સહેલાઈથી ન મળે, બળ અને બુદ્ધિ જોઈએ. બળ વડે સંગ્રામ ખેલી આગળના રાજાઓ પોતાના હરીફ પાસેથી રાજસત્તા પડાવી લેતા, પણ એ વાત ગયા જમાનાની હતી. આજે લોકશાહી રાજસત્તા ભોગવનારના વેશ બદલાયા છે. મિજાજ અને કાર્યપદ્ધતિ બદલાઈ નથી."ર૦
ગ્રામ પરિવેશને આબાદ આલેખતી આ નવલકથા રાજપુર, સરવાણી વગેરે ગામડાઓની સૃષ્‍ટિને નિરૂપે છે. અહીં વર્ણનો પણ રસપ્રદ બન્‍યાં છે અને બુરાઈ સામે ભલાઈનો જ વિજય થાય છે એ લેખકનો ઉદ્યેશ રહ્યો છે.
 
છાંયડી :
ઈ.સ. ૧૯૯૦ પ્રથમ આવૃત્તિ રૂપે પ્રકાશિત થયેલી 'છાંયડી' રપ પ્રકરણ અને ૩૬૦ પૃષ્ઠમાં વિભાજિત થયેલી નવલકથા છે. જેમાં લેખકે આપણા સમાજની જુની અને નવી પેઢીની, વિચાર ભિન્‍નતાની, ગુણદોષ નજરસામે રાખી કુટુંબીઓની સુમેળ તથા સુખશાંતિ, ત્‍યાગ અને કર્તવ્‍ય ભાવનાથી જીવવાની ભાવનાવાળા એક પ્રતિષ્ઠિત કુળની વાત રજૂ કરી છે.
નલિન નામનો યુવાન ઉચ્‍ચ અભ્‍યાસ કરે છે. તેમની માતા શારદાબેન વિધવા છતા પોતાના પુત્રને અભ્‍યાસ પૂર્ણ કરાવે છે. વિશાખાને નલિન વ્‍હાલ આપે છે. અંતે નલિન અને અવંતિકા સાથે સ્‍નેહપૂર્ણ જીવન જીવવા માટે હર્ષની લાગણી અનુભવે છે ને વડીલોના આશિર્વાદ મેળવે છે. આમ, કથાનો અંત સુખદ છે.
'છાંયડી' નવલકથાની પાત્રસૃષ્‍ટિ, સંવાદ, શૈલી વગેરે કલાત્‍મક રીતે રજૂ થયા છે. અહીં નલિન, અવંતિકા, વિશાખા, શારદાબેન, ગોપાલદાસ, હીરાબેન, સુમિત્રા, રેખા વગેરે સ્‍ત્રી-પુરૂષ પાત્રો સામાજિક સંબંધોથી જોડાયેલા છે. તેમજ સંવાદ સંસ્‍કારિતાની છાપ ઉભી કરે તેવા છે. દા.ત. નલિન : "તમારું આ મંતવ્‍ય બિલકુલ સાચું માનું છું, પણ મા મોજશોખ કે પૈસાનો જ સવાલ નહીં પણ આપણે સંયુક્‍ત કુટુંબની ભાવનાથી રહેવું પડે એ બાબત મહત્વની છે."ર૧ વગેરે જેવા સંવાદો તળપદી અને શિષ્‍ટ શૈલીમાં રજૂ થયા છે. જુનાગઢ, ધોરાજી જેવા સ્‍થળોને કેન્‍દ્રમાં રાખતી આ નવલકથાના વર્ણનો સામાજિક છે. અહીં નોંધનીય બાબત એ છે કે લેખકે માનવીઓના સંસ્‍કારોને ઢંઢોળ્‍યા છે. માણસે કઈ રીતે રહેવું જોઈએ અને યુવાન પેઢીને વડીલો કેવા રાહરૂપ બને છે તે દર્શાવવાનો ઉપક્રમ અહીં જોવા મળે છે.
 
મંગળફેરા :
ઈ.સ. ૧૯૮૩માં પ્રકાશિત થયેલી 'મંગળફેરા' ૩૭ પ્રકરણ અને ૩૪૬ પૃષ્ઠમાં આકારિત થયેલી હરિલાલ ઉપાઘ્‍યાય કૃત સામાજિક નવલકથા છે. જેમાં જૂની અને નવી પેઢીના જીવનરંગ તથા સંસ્‍કારિતા આશા, આકાંક્ષાઓ વચ્‍ચેના તફાવતનું નિરૂપણ નવલકથામાં દર્શાવવામાં આવ્‍યું છે. જમાના સાથે બદલાયેલા જનમાનસ અને જનજીવનના મૂલ્‍યો મૂલવવાનો લેખકનો પ્રયાસ રહ્યો છે.
'મંગળફેરા'ની પાત્રસૃષ્‍ટિમાં જીજીમા, નીરા, જયપ્રતાપ, રાવસાહેબ વગેરે પાત્રોમાં દેશકાળ અનુસાર માણસની આકાંક્ષાઓ તથા તેના જીવનની તાસીર અનિવાર્યપણે બદલાય છે. સ્‍વાર્થ, અહંતા અને સતાવાહકતા આ પાત્રોમાં જોવા મળે છે. કેસરબા, વિજયરાજ, રાજુ, ભારમલ, ગિરીરાજ વગેરે પાત્રો પણ યોગ્‍ય સ્‍થાન પામ્‍યા છે. દરેક પાત્રોના મુખે મૂકાયેલા સંવાદો રોચક છે. દા.ત. વિજયરાજ : "તારા ઉપર હવે વિશ્‍વાસ રભે નથી, છતાં જોઉં કે તું કેવો સુધરે છે...."રર અને શૈલી પણ શિષ્‍ટ અને તળપદી લઢણોવાળી છે. આ શૈલીમાં જ આપેલા વર્ણનો રોચક છે. દા.ત. "જામેલી એ શાંત રાતે માનસરમાં સંભળાયેલા બંદૂકના ભડાકાએ વાતાવરણમાં સન્‍નાટો પ્રસાર્યો. દૂર દૂરની શેરીઓમાં સૂતેલાં કુતરાં એકી સાથે ભસી ઉઠયાં."ર૩ જેવા વર્ણનો માહિતીસભર બન્‍યાં છે. વાતાવરણ બીજા વિશ્વયુદ્ધનું અને તે સમયનું તેમજ પશ્ચિમી સંસ્‍કૃતિના આક્રમણથી નવી પેઢીમાં આવેલું પરિવર્તન કેન્‍દ્રસ્‍થાને છે. વળી, કયાંક કયાંક કથાપ્રવાહ શિથિલ પડી જતો જણાય છે એ લેખકની મર્યાદા છે.
 
મનને લાગી માયા :
ઈ.સ. ૧૯૯૧માં પ્રકાશિત થયેલી 'મનને લાગી માયા' સામાજિક નવલકથા ૩૭ પ્રકરણ અને ર૬૦ પૃષ્ઠમાં પથરાયેલી હરિલાલ ઉપાઘ્‍યાય કૃત યશસ્‍વી કૃતિ છે. આ નવલકથામાં સર્જકે રાજવંશી રાજાઓની વાતની આસપાસ કથાપ્રવાહને વણી લેવાનો પ્રયાસ કર્યો છે. લેખક પ્રસ્‍તાવનામાં નોંધે છે કે 'સ્‍વાર્થ, અહ્‌મ, તૃષ્‍ણા અને જાતિયવૃત્તિ માનવીની જન્‍મજાત જીવપ્રકૃત્તિ છે. માનવીમોહ માનવનું અનિવાર્ય લક્ષણ છે. આશા તૃષ્‍ણાની અસર વિશેષતા એ છે કે માણસે ઈચ્‍છેલું તેને મળી જાય કે મેળવી લે તેથી તૃપ્‍ત થવાને બદલે તે વધુ તૃષાતુર બનતો રહે છે. મનગમતું મેળવવા માટે માનવીનું મન આતુર રહ્યા કરે છે. સત્તા, સંપત્તિ, કિર્તિ કરતાં પણ કામ વિષયવાળી દેહસુખાન્‍ત ઝંખના વધુ પ્રબળ અને તીવ્ર અસરવાળી હોય છે.' લેખકે અહીં ભૂતકથાના આલેખન દ્વારા વાર્તાનું મુખ્‍ય પાત્ર અદિતિ અલકાનો વાસનાદેહ તેની ઝંખના હતી. એવા યુવાનને જઈ મળ્‍યાની હકીકતને પુષ્‍ટિ આપે છે.
અહીં લલિતા, જયપ્રતાપ, માનબાઈ, કામેશ્‍વરશાસ્‍ત્રી, ઈલાદેવી, કપિલદેવ, સરદાર લાલસિંહ, મેઘરાજ, અદિતિ, ત્રિલોચન વગેરે પાત્રો સ્‍થાન પામ્‍યાં છે. તેમજ સંવાદકલાની દૃષ્‍ટિએ અહીં બહું ઓછા સંવાદો જોવા મળે છે. તેમજ કયાંક કયાંક લાંબા સંવાદો જોવા મળે છે અને વર્ણનો પણ ઓછા રસપ્રદ બન્‍યાં છે. દા.ત. "આજે માત્ર પોતાની સાંકડી સીમાં વચ્‍ચે ઉભેલી અને જુનવાણી સ્‍થાપત્‍યકલાના નમૂના જેવી આલિશાન ઈમારત પાંચ દાયકા પહેલા 'માનવિલાસ' નામે ઓળખાતી. તેની આજુબાજુ રમણીય બાગ હતો. ગરીબીથી જીવનાર આજમગઢના પ્રજાજનો માનવિલાસની ભવ્‍યતા માટે ગર્વ લેતા. રમ્‍ય પહાડીઓ વચ્‍ચે આવેલું આજમગઢ રાજ્યની પ્રજા થોડા અપવાદ સિવાય ધોમકડેડાટ ગરીબી હતી. રાજા વૈભવના ઢગલા ઉપર બેસી પ્રજાના 'પાલનહાર' હતા. રાજાશાહી જમાનો હતો આજે તેના રહ્યા સહ્યા અવશેષનું મહત્વ નથી, માટે એ બધું ભુલી જવાયું છે."ર૪
અહીં રાજવંશી રાજાઓના રાજ્યાભિષેક જેવા પ્રસંગો આજમગઢમાં બનતા બતાવ્‍યા છે. ભૂતકથાને આધારે મનુષ્‍યની કેટલીક અતૃપ્‍ત ઝંખનાઓ આ વાતાવરણમાં બનતી બતાવી છે. મનુષ્‍ય સતત અસંતુષ્‍ટ રહેતો જીવ છે અને અનેક તૃષ્‍ણાઓથી ખરડાયેલો છે. મૃત્‍યુ પામ્‍યાં પછી પણ કેટલીક ઝંખનાઓ અધૂરી રહી જાય છે જેની માયા લાગે છે. તેથી અહીં શીર્ષક પણ સાર્થક ઠરે છે, પણ કથાપ્રવાહ કયાંક કયાંક શિથિલ પડી જાય છે અને સંવાદો ઓછા અસરકારક રહ્યા છે એ તેમની મર્યાદા છે.
 
પારસ સ્‍પર્શે એક જ વાર :
ઈ.સ. ૧૯૯રમાં પ્રકાશિત થયેલી 'પારસ સ્‍પર્શે એક જ વાર' ૩૧ પ્રકરણ અને ર૪૪ પૃષ્ઠમાં આકારિત થયેલી હરિલાલ ઉપાઘ્‍યાય કૃત સામાજિક નવલકથા છે. અહીં ધનવાન ગણાતા એક શેઠની છોકરી પ્રીતિની આસપાસ સમગ્ર નવલકથાનું વસ્‍તુ ઘુમે છે. પ્રીતિ મધુપ સાથે પિતાના પૈસાથી મોજ ઉડાવે છે. નોકરોને મનફાવે તેમ બોલાવે છે. તે તેની ફ્રેન્‍ડની પાર્ટીમાં જાય છે ત્‍યારે તે કોઈની પણ પરવાહ કરતી નથી, અંતે પ્રીતિ અને વિજય લગ્નસંબંધથી જોડાય છે. આમ, અંત સુખદ છે.
આ નવલકથાના પાત્રો પ્રીતિ, મધુપ, ઈલા, પ્રદીપ, ગાડીનો ડ્રાઈવર શોફર, રમેશ, વેણુભાઈ, પુજારીબુવા, સાવિત્રી , ઈશાની, વિમલા વગેરે સ્‍ત્રી-પુરૂષ પાત્રો સ્‍થાન પામ્‍યાં છે. અહીં કેટલાક પાત્રો વૈભવમાં રાચે છે. આ પાત્રમુખે મૂકાયેલા સંવાદો જોઈએ તો દા.ત. પ્રીતિ : "ઇડિયટ, તમે બધા મરી જાઓ, રસ્‍તા ખાલી કરો."રપ
અહીં પ્રયોજવામાં આવેલી શૈલી શિષ્‍ટ અને અંગ્રેજી ભાષાના પ્રભુત્વવાળી છે. તેમજ વર્ણનો મુખ્‍યત્ત્યવે સામાજિક છે. અહીં લેખકે મુંબઈની પશ્ચાદભૂમાં બનતી ઘટનાઓની સાથે પશ્ચિમી સંસ્‍કૃતિની અસર હેઠળ ભારતીય યુવા પેઢીમાં આવેલું પરિવર્તન દર્શાવવાનો હેતું અહીં સ્‍પષ્‍ટ છે.
 
પૈસા પરમેશ્‍વર :
ઈ.સ. ૧૯૯૪માં પ્રકાશિત થયેલી 'પૈસા પરમેશ્‍વર' નવલકથા ૩૩ પ્રકરણ અને ૩૦૪ પૃષ્ઠમાં આકાર પામેલી છે. આ નવલકથામાં એક પૈસાદાર અબજોપતિ સંસારજીવનના સાચા સુખનું ભાન ભૂલી રૂપજીવીનીનાં સુંવાળા સ્‍ત્રી-સુખની તીવ્ર લાલસામાં લપેટાઈ પોતાની ગુણિયલ પત્‍નીનો તિરસ્‍કાર કરી પેલી વારાંગનાના મોહપાશમાં લટ્ટુ બની જાય છે. આ ધનપતિને નીતિમતાની પડી નથી. આમ પૈસા માણસને કેટલે હદે જડ બનાવે છે. તેનું ઉદાહરણ આ નવલકથા છે.
'પૈસા પરમેશ્‍વર' નવલકથાની પાત્રસૃષ્‍ટિમાં સોનાલિકા, માધવી, વેણુબાઈ, હીરાભાઈ, વિપુલ, નિનાદ, સુમનલાલશેઠ, વિજય, વિષ્‍ણુદેવ, અનસુયા, શિલ્‍પા, રીચા, ગનુભાઈ વગેરે સ્‍થાન પામ્‍યાં છે. સ્‍ત્રી પાત્રોની સંખ્‍યા વધારે છે. સોનાલિકાનું પાત્રો આધુનિકતાને સ્‍પર્શે છે. તેમજ સંવાદો ઓછાં અસરકારક રહ્યા છે. દા.ત.... માધવી: "નહી આટલી બાબતમાં મુંજાવાપણું શું છે ? મેં તને મારા પ્રતિબિંબ જેવી માની મનમાં વસાવી છે. એ જ તારી સભ્‍ય સંસ્‍કારિતા માટે પ્રમાણપત્ર ........"ર૬
આ નવલકથામાં પ્રયોજવામાં આવેલી શૈલી છટાદાર શિષ્‍ટ છે. તેમજ મુંબઈનું વાતાવરણ આલેખાયું છે. વર્ણનકલા સામાન્‍ય છે. લેખકનો ઉદ્દેશ એ છે કે પૈસાની ભૂખ તથા પૈસાદારી પાછળની દોટ માણસને કેટલી હદે જડ બનાવી શકે છે.
 
ધબકતું ધન :
'ધબકતું ધન' નવલકથાનું વસ્‍તુ ર૩ પ્રકરણ અને ર૩૦ પૃષ્ઠમાં છવાયેલું છે, અહીં મંગુશેઠ અને ચંદનના પાત્ર દ્વારા સમગ્ર કથાનો ચિતાર રજૂ થાય છે. મંગુશેઠ આમ તો તે મંગળદાસ છે. પોતાની જાતને ભારે ભક્‍તિવાન સમજે છે. પણ પોતાનો સ્‍વભાવ તો શંકાશીલ જ રહે છે. એમની પત્‍નીને જરાય એ રૂચતુ નથી, આમ મંગુશેઠ અનેક લોકોની ટીકાને પાત્ર બને છે. નવલકથાના અંતમાં મંગુશેઠ પોતાની પૂત્રી મીનાના વિવાહ નવનીતલાલ સાથે કરે છે, ત્‍યારે સમાજમાં ભારે ચર્ચાઓ થઈ રહી છે. કેટલાક કહે છે મંગુશેઠ તો ભારે ચાલાક નીકળા હો? આમ નવલકથાનું વસ્‍તુ સામાન્‍ય છે અને રસપ્રદ સામાજિક સંદર્ભથી ઘેરાયેલું છે.
પ્રસ્‍તુત નવલકથાનું વસ્‍તુ સામાન્‍ય છે તેવા જ તેના પાત્રો પણ સામાન્‍ય વર્ગના છે. મંગુશેઠ, ચંદન મુખ્‍ય પાત્ર છે. આ ઉપરાંત મીના, લીલા, નયના, નટવરલાલ, ગિધુભાઈ...શકરીબા વૃદ્ધપાત્ર, દિલિપ વગેરે સ્‍થાન પામ્‍યા છે. એ દરેક પાત્રોના સંવાદો માનવભાવોનું નિરૂપણ કરતા રહે છે. દા.ત......મંગુશેઠ: "સાલો હરામી આ પ્રાણલાલ પણ રોજ સવાર સવારમાં બહારથી બુમ મારી જય શ્રી કૃષ્‍ણ કહેવાને બદલે ચંદનને જ જગાડી જાય છે."ર૭ વગેરે સંવાદો ચોટદાર બન્‍યાં છે.
અહીં નવલકથાની શરૂઆતના પ્રકરણોમાં મુંબઈનો પરિવેશ રજૂ થયો છે. તેમાં શૈલીનું બંધારણ કંઈક જુદુ જ લાગે છે. કટાક્ષયુક્‍ત શબ્‍દોથી ભરેલી તળપદી અને શિષ્‍ટ બાની લેખકે પ્રયોજી છે. સમાજિક સંબંધોનું દર્શન કરાવતી આ નવલકથાની વર્ણનકલા સુંદર છે. દા.ત.... મુંબઈનું સવારનું વર્ણન "રાતના રાજા બની મોટા ઉંદર અને વાંદાઓ ચોતરફ દોડાદોડી કરતા હતા. નીચેના ચોગનમાં બે બિલાડા એકબીજા સામે મોટા અવાજે ઘૂરકીને રાત્રિ ની શાંતિમાં ભંગ પાડતા હતાં. પાસેના રાજમાર્ગ ઉપર દૂધવાળાઓની હલચલ ચાલું થવા લાગી હતી."ર૮
 
સાવઝડાં સેંજળ પીએ :
'સાવઝડાં સેંજળ પીએ' નવલકથા ૩૧ પ્રકરણ અને ૪ર૩ પૃષ્ઠમાં વિભાજિત થયેલી હરિલાલ ઉપાઘ્‍યાયની સામાજિક નવલકથા છે. આ નવલકથામાંનું વસ્‍તુ ગ્રામ્‍યવિસ્‍તારનું આલેખન કરે છે. ભારસર ગામના પાધરમાં સેંજળી નદી વહી રહી છે. આ ભારસર અને વીરવદર વચ્‍ચે વેર બંધાઈ ગયેલું. વીરવદર ગામનો હરજોગ મિશણ ભારાસરમાં પસા મોદીને ત્‍યાં મહેમાન બની આવે છે. પશા મોદીનો દીકરો જેચંદનું વેવિશાળ વીરવદરના અભેચંદ શેઠની દિકરી જોડે નક્કી થયેલ છે અને એ વિવાહની વિધિ શાંતિમય બને એટલા માટે જ એ ગઢવીની મહેમાનગતિ સારી પેઠે કરે છે. કારણ કે ભારાસરનો જાલુભા દરબારને ખબર પડે કે પાશવીર શેઠે ગઢવીને આશરો આપ્‍યો હતો. તો જાલુભા તેની ખબર લઈ નાખે. આવી રીતે નવલકથા આગળ વધે છે. ને અંતે વેર, વટ, વચન એ બધુ ભૂલીને આ બે ગામ વચ્‍ચેનું વેર શમી જાય છે. ભારસરના ઠાકોરે વીરવદરના ઠાકોરના કુંવર વેરે પોતાની કુંવરીનું વેવિશાળ જાહેર કર્યું અને એ શુભ સમાચાર વડે આનંદનું વાતાવરણ ફરી વળે છે. આમ, નવલકથાનો અંત સુખદ છે.
'સાવઝડાં સેંજળ પીએ' નવલકથાની પાત્રસૃષ્‍ટિ વૈવિઘ્‍યસભર છે. જાલુભા દરબાર, પાશવીરશેઠ, જેચંદ, કવિ હરજોગ મિશણ, અભાશેઠ, હરજી પંડયા, કાંથડજી, વજેસંગ, તોગાજી, રૂપકુંવરબા વગેરે પાત્રો છે. અહીં હરજોગ મિશણનું પાત્ર કેન્‍દ્રવર્તી છે. બે ગામ વચ્‍ચેનું વેર સમાવવામાં તેનું નોંધપાત્ર યોગદાન હોય છે. આવા ખુમારીવાળા પાત્રોનાં સંવાદો પણ રોચક બને છે. દા.ત. પશામોદી : "બાપ, માણહ જેવા માણહ અમે આ ગામમાં પડ્યા છૈ ને ગામને આંગણે આવી તમ જેવા મે'માનને ખજુરનો લોંદો ખાઈ વાળુ પતાવવું પડે તો તો સંચોડા ગામનું જ નાક કપાઈ જાય કે બીજું કાંઈ ?"ર૯
ઉપર્યુક્‍ત સંવાદ દ્વારા જ ખ્‍યાલ આવે છે કે લેખકે પ્રયોજેલી શૈલી તળપદી છે. સૌરાષ્‍ટની ભાતીગળ પ્રજાને શોભાવતી ગૌરવવંતી શૈલીનો વિનિયોગ તેમજ કહેવતો અને દેશી લઢણો વધારે જોવા મળે છે. વાચકને આનંદિત કરી દે તેવી શૈલીમાં પ્રયોજાયેલા વર્ણનો પણ જોવા જેવા છે. દા.ત. "ગામના પાધરમાં વહેતી સેંજળી નદીના આછા નીરમાં સંઘ્‍યાની ગુલાબી છાયા ઝબોળાઈ વધુ મનોહર બનતી હતી. શીતળ હવાના સુખાળવા લેરખાં વાતાવરણમાં તાજગી લહેરાવતા હતા."૩૦
૧૮મી સદીમાં એવું વાતાવરણ હતું કે 'મારે એની તલવાર' એવા પરિવેશમાં આ નવલકથા વિચરે છે. વીરવદર અને ભારાસર જેવા સૌરાષ્‍ટ્રના ગામડાની ભાતીગળ સૃષ્‍ટિ આ નવલમાં સુપેરે રજૂ થાય છે. અહીં દરબારીઓના શૌર્ય, ખુમારી, નેક, ટેક વગેરે દર્શાવવાનો હેતુ લેખકનો રહ્યો છે. આવા વેરઝેર કેવી રીતે શાંતિમાં પરિણમે છે એનું ઉદાહરણ આ નવલકથા પૂરી પાડે છે. લેખક અહીં વસ્‍તુ, ભાષાશૈલી, વર્ણન વગેરે રજૂ કરવામાં અનેરી કુશળતા દાખવી શક્‍તયા છે એ તેની સિદ્ધિ છે
 
અમૃતભીની આંખલડી :
'અમૃતભીની આંખલડી' ૩૯ પ્રકરણ અને ૩૯૮ પ્રુષ્ઠોમાં આકારિત થયેલી હરિલાલ ઉપાઘ્‍યાયની સામાજિક નવલકથા છે. જેમાં વાર્તાનાયક ચંદુની આસપાસ સમગ્ર કથાનાં બીજ વેરાયેલા છે. નવલકથાના પ્રારંભમાં સોમલપુર નામના ગામની ઝીણામાં ઝીણી વિગતોના આલેખનની સાથે સાથે નાયક ચંદુના વ્‍યક્‍તિત્‍વની ઝાંખી લેખકે કરાવી છે. પ્રારંભમાં જ અચાનક ચંદુ અને સોમલી મળે છે. ચંદુ જીવનમાં અનેક દુઃખદ અનુભવોમાંથી પસાર થાય છે. આમ, અંત સુખદ છે.
પાત્રસૃષ્‍ટિ અહીં સામાન્‍ય છે. મુખ્‍ય પાત્ર ચંદુ તેમજ ચંદનબેન સરળ વ્‍યક્‍તિત્‍વ ધરાવતા પાત્રો છે. ઉપરાંત કાન્‍તા, સોમલી, વીનુભાઈ, જીવણમાસ્‍તર, ભુદરભાઈ, મોતીલાલ, નંદુબાઈ વગેરે પાત્રો સમાવિષ્‍ટ થયા છે. તેમજ સંવાદો ભાવનાશીલ છે. દા.ત. ચંદુ : "તું મારી પ્રેમાળ મા છો. તારા આશિર્વાદ વડે હું જીવું છું."૩૧ વગેરે સંવાદો સાદી, સરળ અને સામાન્‍ય વાચક પણ સમજી શકે તેવી શૈલીમાં રજૂ થયા છે. અહીં ગ્રામ્‍ય પરિવેશનું આલેખન છે અને માનવસ્‍વભાવને રજૂ કરવાનો લેખકનો પ્રયાસ રહ્યો છે. સાથે સાથે ચિંતનોની હારમાળા લેખકે પ્રયોજી છે.
 
ધરતી લાલ ગુલાલ :
ઈ.સ. ૧૯૬૪માં લખાયેલી 'ધરતી લાલ ગુલાલ' નવલકથા ૪પ પ્રકરણ અને ૪ર૭ જેટલા બૃહદ પૃષ્ઠોમાં વિભાજિત થયેલી હરિલાલ ઉપાઘ્‍યાયની સામાજિક નવલકથા છે. આ નવલકથામાં લેખકે વાસ્‍તવિક પ્રસંગોને લક્ષમાં લીધા છે. જેમાં અમરાપુરની વિધવા સજુબાઈ, અજયગઢની ન્‍યાય કચેરી, લોકભવાઈના પ્રસંગો, ચંદ્ર નગરના વૈભવી મહેલની ઘટના, બાપુ કામદુધાવાળાની વાત, દીપચંદશેઠ વગેરે પ્રસંગોથી સભર આ નવલકથા છે. લેખકે જોયેલા-અનુભવેલા પ્રસંગોને આ નવલકથામાં વાચા આપી છે.
વૈવિઘ્‍યસભર પાત્રસૃષ્‍ટિ અહીં જોવા મળે છે. વિધવા સજુબાઈ, હમીર, મલુબાઈ, જીવુબાઈ, દેવો, વજોડોસો, નરભેશંકર, સુમારકાકા, ઓલ્‍વીન સાહેબ, નારીજા, અંજલિ, સરોજ, અજીતભાઈ, નંદુડોશી વગેરે પાત્રો નિમ્‍નસ્‍તરના પાત્રો છે. તેના સંવાદો પણ ટૂંકા અને વેધક બન્‍યા છે. અહીં વ્‍યક્‍તિવર્ણનો તાદૃશ બન્‍યાં છે. સમાજના નિમ્‍નસ્‍તરના લોકોની વ્‍યથા કેવી હોય શકે તે બતાવવાનો લેખકનો પ્રયાસ રહ્યો છે. આ નવલકથા મુંબઈથી પ્રસિદ્ધ થતા ગુજરાતી દૈનિકપત્ર ‘જનશક્‍તિ'માં ક્રમશઃ પ્રસિદ્ધ થઈ હતી અને વાચકોમાં ભારે આદર પામી હતી.
 
કેસર ભીનો કંથ :
ઈ.સ. ૧૯૬૯માં લખાયેલી 'કેસર ભીનો કંથ' નવલકથા ૩૯ પ્રકરણ અને ૪૩ર પૃષ્ઠમાં વિભાજિત થયેલી છે. અહીં વિશેષતઃ ત્‍યાગ ભાવનાને મહત્વ અપાયું છે. કથાનો નાયક માનવપ્રેમની શ્રદ્ધાનો આશક એક દિલદાર માણસ મંગળ તથા તેની સાથે સંકળાયેલા પાત્રોની જીવન તાસીરનું કથાવસ્‍તુ અહીં લેવામાં આવ્‍યું છે. લેખક પોતે પણ પ્રસ્‍તાવનામાં કહે છે કે લોકજીવનમાં મંગળ જેવા ખુમારીવંત પાત્રો મેં જોયા છે. આ રીતે નવલકથા રસપ્રદ બને છે.
આ નવલકથાનો નાયક મંગળ તથા હીરબાઈ, ધનજીશેઠ, જેસલા, ગજુભા, દેવદાન ગઢવી, સોનલ, વાલજી, અનિલા, દેવાયત, માનસિંહ વગેરે પાત્રો અહીં સ્‍થાન પામ્‍યાં છે. આ નવલકથામાં પ્રયોજવામાં આવેલા સંવાદો પૈકી એક ઉદાહરણ જોઈએ. દા.ત. મંગળ : "ટીકાઓ કરવાની છૂટ મળી ગઈ એટલે હવે જાહેરમાં પણ રાજવહીવટની ટીકાઓ થઈ શકે છે. પરંતુ લોકરાજ્યમાં જનતાની ઉન્‍નતિ થઈ છે. તેની સાથો સાથ વહીવટી ગોટાળાઓ તથા કાયદાની માયાજાળના પ્રતાપે લોકોની મુશ્‍કેલીઓ વધી છે અને બેઉ વાત સાચી છે...."૩ર
'કેસર ભીનો કંથ'ની શૈલી ગ્રામ્‍ય વિસ્‍તારો જેવા કે માલીસણ, અરણીલા પ્રાંતની તળપદી છે. તેમાં ગ્રામ્‍ય વર્ણનો, ડાયરાના વર્ણનો, દરબાગઢના વર્ણનો વગેરે માહિતીસભર બન્‍યાં છે. લેખકનો ઉદ્દેશ અહીં એ છે કે પ્રેમનું મહત્વ ત્‍યાગમાં છે એની મહત્તા પ્રસ્‍થાપિત કરવી.
 
નથી સુકાયા નીર :
'નથી સુકાયા નીર' નવલકથા ર૯ પ્રકરણ અને ર૬૮ પૃષ્ઠમાં વિભાજિત થયેલી હરિલાલ ઉપાઘ્‍યાય કૃત કુટુંબ ભાવનાને વ્‍યક્‍ત કરતી કથા છે. લેખક પ્રસ્‍તાવનામાં લખે છે કે "સંયુક્‍ત કુટુંબની ભાવનાનો આજે લોપ થતો જાય છે. ત્‍યારે કુટુંબની લીલી વાડી મહેકતી રાખવા આતુર એવા એક પીઢ યુગલની આગેવાની સાથે આ સામાજિક વાર્તા શરૂ થઈને આખર સુધી કૌટુંબિક જીવનના ભિન્‍ન ભિન્‍ન રંગીન ચિત્રો ઉપસાવતી જાય છે. સંસારમાં સંપ, સહકાર, ત્‍યાગભાવના અને કર્તવ્‍યનિષ્ઠા સંપન્‍ન કુટુંબમેળો અને અનુભવી વડીલોનો સથવારો કેટલો અનિવાર્ય તેમજ પ્રેયસ્‍કર છે એનો જવાબ પણ આ નવલકથા દ્વારા આપોઆપ મળી જાય છે." આમ, આ નવલકથા કૌટુંબિક ભાવનાઓથી ભરેલી છે.
અહીં નિરંજનાનું પાત્ર કેન્‍દ્રવર્તી પાત્ર છે. ઉપરાંત મોટાશેઠ, મોટાશેઠાણી, ધનંજય, પૂષ્‍પા, ચીમનલાલ, ગૌતમ, રામલાલ, દીપચંદ, દેવચંદભાઈ વગેરે અહીં સ્‍થાન પામ્‍યા છે. તેમજ સંવાદો સાદા અને સરળ છે. દા.ત. નિરંજના : "અમારી સામે તો એ છૂટા જવાબો જ ફેંકે ને? એ છોકરીને અમો શું થઈએ."૩૩ જેવા સંવાદો તળપદી શૈલી તેમજ રૂઢિપ્રયોગોથી સભર સરળ ભાષા દ્વારા રજૂ થયાં છે. સૌરાષ્‍ટ્રના ગ્રામ્‍યવાતાવરણમાં રજૂ થતી આ કથાનો ઉદ્દેશ તો સંયુક્‍ત કુટુંબની ભાવનાને વ્‍યક્‍ત કરવી એ જ છે.
 
વરસો રે ઉરના અમી :
૪પ પ્રકરણ અને ૪૪૭ જેટલા વિશાળ પૃષ્ઠોમાં આકારિત થયેલી 'વરસો રે ઉરના અમી' હરિલાલ ઉપાઘ્‍યાયની ઉત્‍કૃષ્ઠ નવલકથા છે. નવલકથાના પ્રારંભે રેણુ નામની યુવતિ સાંજની વેળાએ નદીએ પાણી ભરવા માટે જાય છે. ત્‍યારે રેણુ ઘણો ભય અનુભવે છે. તે વખતે નિરંજનને જોતા જ તે ભયમાંથી મૂક્‍ત થાય છે. અંતે રેણુ અને જોગેન્‍દ્રનું મિલન થાય છે. આ પ્રકારે આ નવલકથા જૂના અને નવા જમાનાના સંધિકાળ જેવા વર્તમાન સમયના જીવનસંઘર્ષની કથાને નિરૂપે છે.
'વરસો રે ઉરના અમી' નવલકથાના પાત્રો રેણુ, નિરંજન, નિર્દયી સવિતા, લીલા, લાખબાઈ, સરોજ, શારદા જેવા સ્‍ત્રીપાત્રો અને મનસુખભાઈ, માંડણભાઈ, તુલસીદાસ, કાળીદાસ, જોગીન્‍દ્ર વગેરે પુરૂષ પાત્રો સ્‍થાન પામ્‍યાં છે. આ પાત્રમુખે મુકાયેલા સંવાદો ટૂંકા અને ચોટદાર છે. દા.ત. નિરંજન : "દાદાજી તમે પેલીને જાણો છો.... ત્‍યાંની પરિસ્‍થિતિ પણ તમને ખબર છે છતાં અમો બેન-ભાઈને એ જેલમાંથી છોડાવવાનો તમને કદી ખ્‍યાલ આવ્‍યો છે."૩૪
આ નવલકથાની શૈલી કહેવતોથી સભર રસિક છે. અમદાવાદ, નવરંગપુર વગેરે ગ્રામ્‍ય અને શહેરી વિસ્‍તારમાં આ નવલકથાનું આલેખન થાય છે. તેમજ વર્ણનો પણ તાદૃશ બન્‍યાં છે. દા.ત. અમદાવાદ શહેરનું વર્ણન, ગ્રામ્‍ય વાતાવરણ વગેરે જીવંત બન્‍યાં છે. લેખક અહીં નવી જૂની પેઢીના સંઘર્ષ વચ્‍ચે કેટલાક મનથી મક્કમ માણસો જમાના સાથે પરિવર્તન પામતા નથી તે પોતાની સંસ્‍કૃતિને જ વળગી રહે છે. એમ દર્શાવવા ઈચ્‍છે છે.
 
૩.૩) હરિલાલ ઉપાઘ્‍યાયની સામાજિક નવલકથાકાર તરીકેની સિદ્ધિઓ :
હરિલાલ ઉપાઘ્‍યાય એ મોટા ગજાના નવલકથાકાર હતા. એમની સામાજિક નવલકથાઓ ગ્રામ્‍ય અને શહેરી પરિવેશને આલેખતી જોવા મળે છે. સામાજિક નવલકથાકાર તરીકે લેખકની સિદ્ધિઓ વિશેષ છે. એમની મોટાભાગની નવલકથાઓમાં લોકજીવનનો ધબકાર સંભળાય છે. એ એટલા માટે કે પોતે લોકજીવનને દીર્ધ દૃષ્‍ટિથી જોનાર વ્‍યક્‍તિ હતા એટલે સહજ છે કે તેમની નવલકથામાં પણ એ જ પ્રતિબિંબ પડતું હોય અને જે-તે સમયમાં લેખક જીવે છે તે સમયની પણ અસર તેમના લેખન વેળાએ અનાયાસ ઝીલાતી હોય છે. અહીં સામાજિક નવલકથા અંતર્ગત શૈલીની બાબતે તેની ખાસ વિશેષતા એ છે કે મોટાભાગની નવલકથાઓમાં શૈલી મુખ્‍યત્‍વે સાદી, સરળ તેમજ સામાન્‍ય વાચક પણ સમજી શકે તેવી પ્રયોજી છે. પાત્રસૃષ્‍ટિને પણ સારો ઓપ આપી શક્‍યાં છે. તેમજ સંવાદકલા અને વર્ણનકલાની બાબતમાં પણ અપૂર્વ સિદ્ધિ જોવા મળે છે. સંવાદો મુખ્‍યત્‍વે ટૂંકા, ચોટદાર, મર્માવી અને ભાવનાસભર જોવા મળે છે અને વર્ણનો જીવંત હોય એમ જ સતત લાગ્‍યા કરે.
સૌથી નોંધનીય બાબત એ છે કે તેની સૌથી મોટી સિદ્ધિ તો જીવનદર્શનમાં છે. માત્ર મનોરંજન માટે જ કૃતિ તેમણે નથી લખી પણ આજના સમાજને ઘડવામાં રાહરૂપ બની રહે એ ઉદ્દેશ એમની સામાજિક નવલકથામાં પડઘાતો જોવા મળે છે. આજે પશ્ચિમી સંસ્‍કૃતિનું ભયંકર આક્રમણ ભારતીય સંસ્‍કૃતિને ચલિત કરી રહ્યું છે ત્‍યારે ભારતીય સમાજે પોતાનો અમૂલ્‍ય સાંસ્‍કૃતિક વારસો કેવી રીતે ટકાવી રાખવો તેનો ઉદ્દેશ પણ તેની કેટલીક નવલકથામાં જોવા મળે છે.
આમ, સામાજિક નવલકથાકાર તરીકે હરિલાલ ઉપાઘ્‍યાયની સિદ્ધિઓ જોવા મળે છે.
 
૩.૪) હરિલાલ ઉપાઘ્‍યાયની સામાજિક નવલકથામાં મર્યાદા :
હરિલાલ ઉપાઘ્‍યાયની કલમ સમાજાભિમુખ રહી છે. તેઓ પોતાના અભ્‍યાસકાળ દરમિયાન તેમજ નાનપણમાં તેઓ કેટલીય મુશ્‍કેલીઓમાંથી પસાર થાય છે. તેઓ જ્યારે ૧૩ વર્ષની ઉંમરના હતા ત્‍યારથી જ તેઓ લેખન તરફ વળે છે અને આગળ જતા વિવિધ સ્‍વરૂપો ક્ષેત્રે તેમની કલમ આગળ વધે છે. જેમા ખાસ કરીને નવલકથાકાર તરીકે વિશેષ સફળતા પ્રાપ્‍ત થાય છે. અહીં સામાજિક નવલકથામાં તેની મર્યાદા જોઈએ તો તેમની અમુક નવલકથામાં વાર્તાપ્રવાહ શિથિલ પડી જતો જણાય છે. પરંતુ મોટાભાગની સામાજિક નવલકથાઓ વાચકના માનસને આરંભથી અંત સુધી ઝકડી રાખે તેવી છે એ પ્રસંશનીય બાબત છે.
આમ, લેખકની સામાજિક નવલકથામાં સિદ્ધિઓ અપાર છે તેની સામે મર્યાદા સાવ અલ્‍પ છે. એમ કહીએ તો પણ ચાલે કે મર્યાદા સિદ્ધિઓની પાછળ દબાઈ જાય છે.
 
૩.પ) ઉપસંહાર :
આમ, ઉપર્યુક્‍ત નવલકથાઓની સમીક્ષાને અંતે એટલું ચોક્કસ કહી શકાય કે હરિલાલ ઉપાઘ્‍યાયની સામાજિક નવલકથાઓ વર્ષો સુધી માનવસમાજ માટે પ્રેરણાદાયક અને મૂલ્‍યવાન બની રહેશે. જેવી રીતે મેઘાણીએ માનવસમાજને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો, બરાબર એવી જ પ્રવૃત્તિ હરિલાલ કરતા હોય તેમ તેની નવલકથા દ્વારા પ્રતીત થાય છે. અહીં તેમની નવલકથામાં નિમ્‍નવર્ગથી માંડીને ઉચ્‍ચવર્ગ સુધીના આલેખન સુધી તેની કલમ વિચરી છે તેવું અવશ્‍ય લાગે.
 
સંદર્ભ સૂચિ:
૧. હરિલાલ ઉપાઘ્‍યાયની ત્રીજી પૂણ્‍યતિથિએ અભિપ્રાય આપતા શાંતિભાઈ જાની
ર. રૂપમંગલા-લે. હરિલાલ ઉપાઘ્‍યાય, પૃ. પ૪, પ્રકા. શ્રી લક્ષ્મી પુસ્‍તક ભંડાર, ગાંધીમાર્ગ, અમદાવાદ.
૩. એજન, પૃ. ૧૮પ
૪. ગૌરી-લે. હરિલાલ ઉપાઘ્‍યાય, પૃ. ૮૬, પ્રકા. જીવન પ્રકાશન, વલ્‍લભવિદ્યાનગર (ગુજરાત).
પ. એજન, પૃ. ૬૭
૬. કોઈ તન ભૂખ્યાં કોઈ ધન ભૂખ્યાં-લે. હરિલાલ ઉપાઘ્‍યાય, પૃ. ૧૬૬, પ્રકા. શ્રી લક્ષ્મી પુસ્‍તક ભંડાર, ગાંધીમાર્ગ, અમદાવાદ.
૭. કુંદન ચડ્યું કાંટે-લે. હરિલાલ ઉપાઘ્‍યાય, પૃ. ૩, પ્રકા. કનુભાઈ વોરા એન્ડ કું પબ્‍લિશર્સ પ્રા.લિ.
૮. રહી ગઈ મનની મનમાં-લે. હરિલાલ ઉપાઘ્‍યાય, પૃ. ૩૩, પ્રકા. રૂપમ પ્રકાશન મંદિર, કેથેડ્રલ સ્‍ટ્રીટ, મુંબઈ-ર.
૯. હૈયે મઢાયા હેત-લે. હરિલાલ ઉપાઘ્‍યાય, પૃ. ૧૧
૧૦. એજન, પૃ. ૧
૧૧. તેજછવાઈ રાત-લે. હરિલાલ ઉપાઘ્‍યાય, પૃ. ૮, પ્રકા. ધનજીભાઈ પી. શાહ, ૧૬ર પ્રિન્‍સેસ સ્‍ટ્રીટ, મુંબઈ-ર.
૧ર. નિશા સુણાવે નાદ-લે. હરિલાલ ઉપાઘ્‍યાય, પૃ. ૩પ૧, પ્રકા. નવભારત સાહિત્‍ય મંદિર, ૧૬ર પ્રિન્‍સેસ સ્‍ટ્રીટ, મુંબઈ-ર.
૧૩. મનપંખીના માળા-લે. હરિલાલ ઉપાઘ્‍યાય, પૃ. રપ૪, પ્રકા. નવભારત સાહિત્‍ય મંદિર,૧૬ર પ્રિન્‍સેસ સ્‍ટ્રીટ, મુંબઈ-ર.
૧૪. ગોરી તો ગુણિયલ ભલી-લે. હરિલાલ ઉપાઘ્‍યાય, પૃ. ર૬૮, પ્રકા. નવભારત સાહિત્‍ય મંદિર, ૧૬ર પ્રિન્‍સેસ સ્‍ટ્રીટ, મુંબઈ-ર.
૧પ. સરોવર છલી વળ્યાં-લે. હરિલાલ ઉપાઘ્‍યાય, પૃ. ર૩, પ્રકા. નવભારત સાહિત્‍ય મંદિર, અમદાવાદ.
૧૬. કુંવારી માતા-લે. હરિલાલ ઉપાઘ્‍યાય, પૃ. ૯, પ્રકા. નવભારત સાહિત્‍ય મંદિર, અમદાવાદ.
૧૭. મોતીડે બાંધી પાળ-લે. હરિલાલ ઉપાઘ્‍યાય, પૃ. ૧૧, પ્રકા. સ્‍વદેશી મિલ્‍સ એસ્‍ટેટ, ગિરગામ, મુંબઈ-૪.
૧૮. ખૂટ્યું નથી ખમીર-લે. હરિલાલ ઉપાઘ્‍યાય, પૃ. ૧૩૭, પ્રકા. નવભારત સાહિત્‍ય મંદિર, ૧૬ર પ્રિન્‍સેસ સ્‍ટ્રીટ, મુંબઈ-ર.
૧૯. એજન, પૃ. ૭૩
ર૦. એક ભલો સપૂત-લે. હરિલાલ ઉપાઘ્‍યાય, પૃ. ૧૬૪, પ્રકા. અશોક પ્રકાશન, અમદાવાદ.
ર૧. છાંયડી-લે. હરિલાલ ઉપાઘ્‍યાય, પૃ. ૧પ૪, પ્રકા. શ્રી લક્ષ્મી પુસ્‍તક ભંડાર, ગાંધીમાર્ગ, અમદાવાદ-૧.
રર. મંગળફેરા-લે. હરિલાલ ઉપાઘ્‍યાય, પૃ. ર૩
ર૩. એજન, પૃ. ૬પ
ર૪. મનને લાગી માયા-લે. હરિલાલ ઉપાઘ્‍યાય, પૃ. ર, પ્રકા. નવભારત સાહિત્‍ય મંદિર, અમદાવાદ.
રપ. પારસ સ્‍પર્શે એક જ વાર-લે. હરિલાલ ઉપાઘ્‍યાય, પૃ. પ, પ્રકા. શ્રી લક્ષ્મી પુસ્‍તક ભંડાર, ગાંધીમાર્ગ, અમદાવાદ-૧.
ર૬. પૈસા પરમેશ્વર-લે. હરિલાલ ઉપાઘ્‍યાય, પૃ. ૩, પ્રકા. શ્રી લક્ષ્મી પુસ્‍તક ભંડાર, ગાંધીમાર્ગ, અમદાવાદ-૧.
ર૭. ધબકતુ ધન-લે. હરિલાલ ઉપાઘ્‍યાય, પૃ. ૧૩, પ્રકા. શ્રી લક્ષ્મી પુસ્‍તક ભંડાર, ૧૬ર પ્રિન્‍સેસ સ્‍ટ્રીટ, મુંબઈ.
ર૮. એજન, પૃ. ૧૦
ર૯. સાવઝડા સેંજળ પીએ-લે. હરિલાલ ઉપાઘ્‍યાય, પૃ. ૮
૩૦. એજન, પૃ. ૧
૩૧. અમૃતભીની આંખલડી-લે. હરિલાલ ઉપાઘ્‍યાય, પૃ. ૧૮
૩ર. કેસરભીનો કંથ-લે. હરિલાલ ઉપાઘ્‍યાય, પૃ. ૮ર
૩૩. નથી સુકાયા નીર-લે. હરિલાલ ઉપાઘ્‍યાય, પૃ. ૪પ
૩૪. વરસો રે ઉરના અમી-લે. હરિલાલ ઉપાઘ્‍યાય, પૃ. ૧૧૧
 
 

This site is dedicated as Online Tribute To The Greate Gujarati Author - Late Shri Harilal Upadhyay .

 
Glimpses of Late Shri Harilal Upadhyay's journey in his own words,
"YOG MANJARI (યોગ મંજરી)".
This semi-biographical, inspirational tale was published as a series of 28 chapters in "Kismat magazine" during 1985-1986.
Valid XHTML 1.0 Transitional Valid CSS! Research Essay | Chapter 2 | Chapter 3 | Chapter 4 | Chapter 5
A Few Words | Historical Novels | Social Novels | Short Story Collections | Biographies | Kids Stuff | Mahabharat Katha | Last Words | Achievements  
Media | In Memories... | Disclaimer | Feedback | Sitemap
© Jiten Upadhyay , Webmaster E-mail: jiten [at] harilalupadhyay.com